
Electric Scooters under 1 Lakh: આ ફેસ્ટિવ સીઝનમાં, ઇલેક્ટ્રિક સ્કૂટર્સ બનાવવા માટે જાણીતી કંપની iVOOMi તેના બેસ્ટ સેલિંગ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ પર મોટુ ડિસ્કાઉન્ટ આપી રહી છે.
Electric Scooters under 1 Lakh: આ ફેસ્ટિવ સીઝનમાં, ઇલેક્ટ્રિક સ્કૂટર્સ બનાવવા માટે જાણીતી કંપની iVOOMi તેના બેસ્ટ સેલિંગ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ પર મોટુ ડિસ્કાઉન્ટ આપી રહી છે. iVOOMi કંપનીના સ્કૂટર્સ પર તમને 10 હજાર રૂપિયાથી લઇને 5 હજાર રૂપિયા સુધીનો ડિસ્કાઉન્ટ મળશે. જો તમારું બજેટ 1 લાખ સુધીનું છે તો આ આફર્સ તમારા માટે ખાસ છે.
કંપનીના જણાવ્યા અનુસાર આ ડિસ્કાઉન્ટ માત્ર લિમિટેડ ટાઈમ માટે છે, અને તમે આ ઓફર નો લાભ મીડ નવેમ્બર સુધી ઉઠાવી શકશો. આ ઓફર દરમિયાન, સ્કૂટર્સના બે અલગ-અલગ મોડલ્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 2.1kWh બેટરી વેરિયન્ટની કિંમત 99,999 રૂપિયા છે અને આ પર 10 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, જ્યારે 3.1kWh વેરિયન્ટની કિંમત 1,09,999 રૂપિયા છે અને આ પર 5 હજાર રૂપિયાની છૂટ મળશે.
iVOOMi માત્ર ડિસ્કાઉન્ટ જ નહીં, પણ ગ્રાહકોને લોન અને જીરો ડાઉન પેમેન્ટના વિકલ્પો પણ આપી રહી છે. આ લોનમાં કોઈ વ્યાજદાર જ નહીં, અને 1411 રૂપિયા પ્રતિ મહિના થી EMI વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આથી ગ્રાહકો માટે આ સ્કૂટર્સ વધુ સસ્તા અને સુલભ બની જશે.
iVOOMiના આ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ ફુલ ચાર્જ પર 170 કિમી સુધી ચાલે છે, જે ખાસ છે. બેટરીને IP67 રેટિંગ મળ્યું છે, જે તેને ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ બનાવે છે.
આ ફેસ્ટિવ સીઝન ઓફર માત્ર મિડ નવેમ્બર સુધી માન્ય છે, જેથી જલ્દીથી આ ઓફરનો લાભ ઉઠાવો.