10th result 2024 gujarat board: ધોરણ 10નું પરિણામ જાહેર @gseb.org

10th result 2024 gujarat board:ગઈકાલે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યા પછી હવે આવતીકાલે ધોરણ 10 ના પરિણામ ની રાહ જોઈ રહેલ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવતીકાલે એટલે કે 11મી મે 2024 ના રોજ સવારે આઠ કલાકે GSEB SSC પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી જોઈ શકાશે.

Author image Gujjutak

આ વખતે પણ ગયા વખતની જેમ ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા તેમના પોર્ટલ અને whatsapp ચેકબોટ દ્વારા વિદ્યાર્થી પોતાનું પરિણામ ચેક કરી શકે છે. વિદ્યાર્થીઓ સરળતાથી પરિણામ કેવી રીતે ચેક કરવું તે માટે નીચે માહિતી આપવામાં આવેલ છે.

GSEB SSC પરિણામ આ રીતે ચેક કરો

- વિદ્યાર્થીઓએ પરિણામ જોવા માટે સૌપ્રથમ ગુજરાત શૈક્ષણિક બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://www.gseb.org/ પર જાઓ.

- GSEB SSC Result 2024 પર ક્લિક કરો.

- હોમપેજ પર રોલ નંબર દાખલ કરી બાજુમાં આપેલ કેપ્ચા કોડ સબમિટ કરી GO બટન પર ક્લિક કરો.

- GSEB SSC Result 2024 તમારા સ્ક્રીન પર દેખાશે.

- ભવિષ્યના ઉપયોગ માટે પરિણામની પ્રિન્ટ તથા ડાઉનલોડ કરો.

WhatsApp પરથી GSEB SSC પરિણામ આ રીતે ચેક કરો

- તમારા ફોનમાં ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા જાહેર કરે whatsapp નંબર 6357300971 સેવ કરો.

- હવે આ નંબર પર whatsapp માં Hi લખીને મોકલો.

- હવે અહીં સામેથી તમને વળતો મેસેજ મળશે જેમાં પરિણામ ચેક કરવાની પ્રોસેસ જણાવવામાં આવશે.

- હવે તમારે તમારો સીટ નંબર આ whatsapp નંબર પર મોકલવાનો રહેશે. અહીં ખાસ ધ્યાન રાખવું કે સીરીઝ અને રોલ નંબર વચ્ચે જગ્યા ન રાખવી (B000000)

- તમારો રોલ નંબર મોકલ્યા પછી તરત જ સામેથી તમારું પરિણામ નો મેસેજ મળશે.

- આ રીતે સરળતાથી તમારું પરિણામ whatsapp દ્વારા ચેક કરી શકો છો.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર