અમદાવાદ: "પઢેગા ઇન્ડિયા, તભી તો આગે બઢેગા ઇન્ડિયા" એ નારા સાથે, રાજ્યમાં શિક્ષણની સ્થિતિ પર વિવાદ સર્જાયો છે. રાજ્યમાં 75,000થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, અને આ કારણે શિક્ષકોના વિરોધો વધતા જઈ રહ્યા છે. 15,000થી વધુ જ્ઞાન સહાયકો માસ સીએલ પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે, તેઓ કાયમી શિક્ષક તરીકેની ભરતીની માંગ કરી રહ્યા છે.
ભરતીની સમસ્યા
કાયમી શિક્ષક બનવા માટે ટેટ-ટાટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે, પરંતુ આ પરીક્ષા પાસ કર્યા બાદ પણ ભરતી નથી થતી. 2023-24માં જ્ઞાન સહાયક યોજના શરૂ કરીને પ્રવાસી શિક્ષકની નીતિ નાબૂદ કરવામાં આવી છે, જેના કારણે અન્યાયની ફરિયાદો વધી રહી છે. 18 જૂનના દિવસે ગાંધીનગરમાં ઉમેદવારોએ કાયમી ભરતી માટે વિરોધ કર્યો હતો, જેના પર સરકારે 7,500 જગ્યાઓ ભરવાની જાહેરાત કરી હતી. પરંતુ, જ્ઞાન સહાયકોનો આક્ષેપ છે કે આ કુલ જગ્યાઓના 10%થી પણ ઓછી છે.
સરકારની જાહેરાત પર અસમંજૂસતા
અલગ અલગ ગુજરાતી મીડિયા સાથે વાતચીતમાં જ્ઞાન સહાયકો એ જણાવ્યું કે રાજ્યમાં 78,000થી વધુ ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો ભરતીની રાહ જોઈ રહ્યા છે, પણ સરકાર ફક્ત 7,500 જગ્યાઓની જાહેરાત કરી છે. ગત વર્ષે 32,000 જ્ઞાન સહાયકોની ભરતીની પછી વધુ જગ્યાઓની જાહેરાત કરવી જોઈએ. જ્ઞાન સહાયકોના મતે સરકારની આ જાહેરાત "લોલીપોપ" સમાન છે, અને સરકારની મણસામાં ગ્રાન્ટેડ શાળાઓ બંધ થવા જતી છે.
શિક્ષકોની વ્યથા
કરાર આધારિત શિક્ષક બનવાથી માતા પિતાઓના સપના તૂટી રહ્યા છે. કાયમી ન બનવાને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કાયમી શિક્ષકોને 50,000થી વધુ અને જ્ઞાન સહાયકોને માત્ર 24,000 રૂપિયા મળતા હોવાથી તેમનો ગુજરાન ચલાવવો મુશ્કેલ થઈ રહ્યો છે. યુવા શિક્ષકોના લગ્ન પણ એક પ્રશ્ન છે. કાયમી શિક્ષકો જેટલું જ કામ કરનાર જ્ઞાન સહાયકોને શોષણનો સામનો કરવો પડી રહ્યો છે.
અન્ય રાજ્યોની સરખામણી
બિહાર અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાં મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી થઈ છે. બિહારમાં ધોરણ 1-5 માં 79,943, ધોરણ 9-10 માં 32,916 અને ધોરણ 11-12 માં 57,62 શિક્ષકોની ભરતી થઈ છે. રાજસ્થાનમાં માધ્યમિકમાં 24,000 અને ઉચ્ચતર માધ્યમિકમાં 26,000 શિક્ષકોની ભરતી થઈ છે. ગુજરાતના શિક્ષકોની માંગ છે કે રાજ્ય સરકાર પણ અન્ય રાજ્યોની જેમ મોટી સંખ્યામાં કાયમી ભરતી કરે.