
Narendra Modi Oath Ceremany: નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ રાત્રે 7 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે.
Narendra Modi Oath Ceremany: નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ રાત્રે 7 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. આ સમારોહ માટે તૈયારીઓ પૂરી થઈ છે અને સત્તાવાર રીતે મંત્રીઓની યાદી પણ બહાર પડી ગઈ છે.
ગુજરાતમાંથી પાંચ નેતાઓને મંત્રી બનાવવામાં આવશે. આમાં અમિત શાહ, એસ. જયશંકર, મનસુખ માંડવિયા, સી.આર. પાટીલ અને નીમુબેન બાંભણિયા શામેલ છે. આ પાંચેયને શપથ માટે જાણ કરવામાં આવી છે.
સૂત્રો અનુસાર, રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાને મંત્રીમંડળમાં સ્થાન મળવાની શક્યતા નથી.
નામ | પાર્ટી |
---|---|
અમિત શાહ | BJP |
એસ. જયશંકર | BJP |
સી.આર. પાટીલ | BJP |
નીમુબેન બાંભણિયા | BJP |
મનસુખ માંડવિયા | BJP |
અશ્વિની વૈષ્ણવ | BJP |
રાવ ઇન્દ્રજીત સિંહ | BJP |
મનોહર લાલ ખટ્ટર | BJP |
શાંતનુ ઠાકુર | BJP |
રાજનાથ સિંહ | BJP |
નીતિન ગડકરી | BJP |
પીયૂષ ગોયલ | BJP |
જ્યોતિરાદિત્ય સિંધિયા | BJP |
રક્ષા ખડસે | BJP |
જિતેન્દ્ર સિંહ | BJP |
લલન સિંહ | JDU |
જીતનરામ માંઝી | HAM |
કુમારસ્વામી | JDS |
રામનાથ ઠાકુર | JDU |
ચિરાગ પાસવાન | LJP |
અનુપ્રિયા પટેલ | Apna Dal |
જયંત ચૌધરી | RLD |
પ્રતાપ રાવ જાધવ | Shiv Sena |
મોહન નાયડૂ | TDP |
પી ચંદ્રશેખર પેમ્માસાની | TDP |
નરેન્દ્ર મોદી તેમના નિવાસ સ્થાને નવા મંત્રીમંડળના સભ્યો સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને રાષ્ટ્રપતિ ભવનની આસપાસ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.