ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગ માટે ખુશીના સમાચાર આવ્યા છે. હવે રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ 3 નવા સફારી પાર્કને મંજૂરી આપી છે.
કચ્છના કોટેશ્વર, ઉના નજીકના નલીયા માંડવી, અને કેવડીયા ખાતે નવા સફારી પાર્કની સ્થાપના માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ મંજૂરી આપી છે. કચ્છ અને નર્મદા-અંબાજી સહીતના આ વિસ્તારોમાં વર્ષે દહાડે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. હવે આ નવી મંજૂરીઓના કારણે પ્રવાસન ક્ષેત્રને વધુ પ્રોત્સાહન મળશે.
મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ જ આ ત્રણેય સફારી પાર્કની કામગીરી શરૂ થશે. કેવડીયામાં હયાત પાર્ક ઉપરાંત વધુ એક નવી સફારી પાર્ક બનશે. સાથે જ અંબાજી, વાંસદા, અને બરડામાં સફારી પાર્કની સ્થાપના કરવાની તૈયારીઓ પણ શરૂ થશે. additionally, ગાંધીનગર IIT નજીક સફારી પાર્કને મંજૂરી માટે કામ પણ શરૂ કરવામાં આવ્યું છે.