Lok Sabha Result: આ 4 રાજ્યોમાં ભાજપ સાથે 'ખેલ' થઈ ગયો! 400 પાર તો દૂર, 300 સીટ માટે પણ મુશ્કેલી - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

Lok Sabha Result: આ 4 રાજ્યોમાં ભાજપ સાથે 'ખેલ' થઈ ગયો! 400 પાર તો દૂર, 300 સીટ માટે પણ મુશ્કેલી

Lok Sabha Election 2024 Results: ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે 'અબ કી બાર, 400 પાર'નો નારો આપ્યો હતો, પરંતુ આજે જાહેર થયેલા પરિણામોએ ભાજપને વિચારતા કરી દીધું છે.

Author image Aakriti

Lok Sabha Election 2024 Results: ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે 'અબ કી બાર, 400 પાર'નો નારો આપ્યો હતો, પરંતુ આજે જાહેર થયેલા પરિણામોએ ભાજપને વિચારતા કરી દીધું છે. 400 સીટોનો ટાર્ગેટ પૂરો કરવાનું તો દૂર, ભાજપને આ વખતના પરિણામોએ પોતાને મજબૂત માની રહેલા રાજ્યોમાં પણ મોટો ઝટકો આપ્યો છે.

મોટા રાજ્યોમાં ભાજપના નિરાશાજનક પરિણામો

ભાજપે સૌથી વધારે આશા રાખેલા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં ભાજપનું પ્રદર્શન બહુ નબળું રહ્યું છે. 2019ની ચૂંટણીમાં આ રાજ્યોમાં ભજપનું પ્રદર્શન ઉત્તમ રહ્યું હતું, પરંતુ આ વખતે તે નબળું સાબિત થયું છે.

ઉત્તર પ્રદેશમાં મોટો ફટકો

ઉત્તર પ્રદેશમાં ભાજપને સૌથી મોટો ફટકો લાગ્યો છે. 2019ની ચૂંટણીમાં ભાજપે 62 બેઠકો જીતેલી, જ્યારે આ વખતે તે 40થી ઓછી બેઠકો જીતશે તેમ લાગે છે. ભાજપે યુપીમાં આશરે 25 બેઠકો ગુમાવી છે.

પશ્ચિમ બંગાળમાં પણ ખરાબ પ્રદર્શન

પશ્ચિમ બંગાળમાં 2019માં ભાજપને 18 બેઠકો મળી હતી, જ્યારે આ વખતે તે 11 સીટ પર અટકવાની શક્યતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બંગાળમાં ચોંકાવનારા પરિણામોની આશા રાખી હતી, પરંતુ મમતા બેનર્જી ફરીથી ભારે પડી છે.

રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ નિરાશા

રાજસ્થાનમાં 2019માં ભાજપે તમામ 25 બેઠકો જીતેલી, જ્યારે આ વખતે માત્ર 14 બેઠકો મળતી લાગે છે. મહારાષ્ટ્રમાં પણ ભાજપનું પ્રદર્શન ખરાબ રહ્યું છે, જ્યારે શિવસેના (ઉદ્ધવ જૂથ)ને ફાયદો થાય છે.

ભાજપ બહુમતથી દૂર

ભાજપ 2019માં 302 બેઠકો જીતેલી, પરંતુ આ વખતે તે 250નો આંકડો પણ પાર નહીં કરે. વલણો મુજબ, ભાજપ 240 સીટો સુધી જ સીમિત રહી શકે છે. NDAએ 400 સીટોનો ટાર્ગેટ મૂક્યો હતો, પરંતુ હવે 300 બેઠકો મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News