
Watch Tiger 3 New Promo Out: સલમાન ખાન અને ઈમરાન હાશ્મી ની આ ફિલ્મ 12 નવેમ્બરના રોજ રિલિજ થશે, અહીથી જુઓ ફિલ્મનું ટીઝર
Tiger 3 New Promo Out: સલમાન ખાનની આવનારી 'Tiger 3'ફિલ્મનું નવું Promo થયુંરિલીઝ.આ ફિલ્મ 12 નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મ Promo અને ફિલ્મનું સુપરહિટ ગીત ' લેકે પ્રભુ કા નામ' રિલીઝ થયા પછી ચાહકો ફિલ્મને લઈ ખૂબ જ ઉત્સાહિત છે. ત્રણ નવેમ્બરના રોજ યશરાજ ફિલ્મ એ ટાઈગર 3 નવો પ્રોમો રિલીઝ કર્યા છે. જેથી ફિલ્મના ચાહકોને વધુ ઉત્સાહિત કર્યા છે. આ પ્રોમોમાં સલમાન ખાન ભારત દેશની રક્ષા કરતી વન-મેન આર્મી તરીકે જોવા મળે છે.
ફિલ્મના પ્રોમોમાં શું બતાવવામાં આવ્યું છે? વિડિયો એક ભયજનક વૉઇસઓવરથી શરૂ થાય છે, જેમાં સલમાન ખાન અને ઈમરાન હાશ્મી વચ્ચેનો મુકાબલો બતાવવામાં આવે છે. આ ફિલ્મમાં ઈમરાન નેગેટિવ રોલમાં જોવા મળ્યો હતો. તે ટાઈગરને ધમકી આપતો જોવા મળે છે. આ પછી ફિલ્મમાં કેટરીનાના પાવર પેક્ડ મૂવ્સ જોવા મળે છે. છેલ્લે પંક્તિ સાથે સંવાદ છે, 'જ્યાં સુધી ટાઈગરને મારવામાં ન આવે ત્યાં સુધી ટાઈગર નો પરાજય થતો નથી.' આ ડાયલોગ દર્શકોને પસંદ આવ્યો છે.
સલમાન ખાનની મોટા ભાગની ફિલ્મો તહેવાર પર રીલીઝ થતી હોય છે. આપણે જાણીએ છીએ કે એક થા ટાઈગર 2012માં ઈદ પર રીલીઝ થઈ હતી. અને ટાઈગર ઝિંદા હૈ 2017 માં ક્રિસમસ પર રીલીઝ કરાઇ હતી.
હવે આ જ ફિલ્મનો તરજો ભાગ ટાઈગર-3 દિવાળીના અવસર પર રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મની ચર્ચા ખૂબ જ વધારે હોવાથી નિર્માતાઓએ ફિલ્મની રિલીઝના એક સપ્તાહ પહેલા એટલે કે 5 નવેમ્બરથી એડવાન્સ બુકિંગ શરૂ કરવાનું નક્કી કર્યું છે.