
Adani Group Stocks: હિંડનબર્ગ વિવાદ બાદ અદાણી ગ્રૂપના શેરમાં તેજી, માર્કેટ મૂલ્યમાં 150 અબજ ડોલરની પુનઃપ્રાપ્તિ
મુંબઈ: હિંડનબર્ગ રિસર્ચના વિવાદ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં મોટો કડાકો બોલાયો હતો, જેના કારણે 75 ટકા સુધીની ઘટાડો થઈ ગયો હતો અને માર્કેટ મૂલ્યમાં 150 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. તાજેતરમાં, અદાણી ગ્રૂપના 6 કંપનીઓના શેરમાં જબરદસ્ત રિકવરી જોવા મળી છે, અને રોકાણકારોને થયેલા નુકસાનની સંપૂર્ણ ભરપાઈ થઈ ગઈ છે.
અદાણી ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી 6 કંપનીઓના શેર સંપૂર્ણપણે રિકવર થઈ ગયા છે. અદાણી ગ્રૂપનું બજારમૂલ્ય 200 અબજ ડોલરને વટાવી ગયું છે.
કંપનીનું નામ | આજનો બંધભાવ (₹) | માર્કેટ કેપ |
---|---|---|
અદાણી એન્ટરપ્રાઇસ | 3384 | 385850 |
એસીસી લિમિટેડ | 2608 | 48986 |
અદાણી પોર્ટ્સ સેઝ | 1415 | 305821 |
અદાણી ગ્રીન | 1925 | 304989 |
અદાણી એનર્જી | 1105 | 123261 |
અદાણી ટોટલ ગેસ | 980 | 107786 |
અદાણી પાવર | 707 | 272666 |
અંબુજા સિમેન્ટ | 638 | 157147 |
અદાણી વિલ્મર | 345 | 44838 |
એનડીટીવી | 242 | 1564 |
અદાણી પોર્ટ્સ સેઝ અને અદાણી પાવર લિમિટેડના શેરે વર્ષ 2024માં અનુક્રમે 40% અને 35%નો ઉછાળો દર્શાવ્યો છે. અંબુજા સિમેન્ટ અને અદાણી એન્ટરપ્રાઇસના શેરમાં અનુક્રમે 25% અને 20%નો વધારો થયો છે. એનડીટીવીના શેરમાં 5.5%નો ન્યૂનતમ સુધારો નોંધાયો છે.
હિંડનબર્ગ રિપોર્ટ વિવાદમાં સેબી અને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળતા અને અદાણી ગ્રૂપ દ્વારા ઋણ ઘટાડો, લોન રિપેમેન્ટ અને શેરહોલ્ડિંગમાં વધારો જેવા પગલાં લેવાથી અદાણી ગ્રૂપના શેરમાં તેજી આવી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, બીએસઇ સેન્સેક્સ ઇન્ડેક્સમાં અદાણી એન્ટરપ્રાઇસનો સમાવેશ થઈ શકે છે. આ કારણે સેન્સેક્સમાં વિપ્રોનું સ્થાને અદાણી એન્ટરપ્રાઇસ આવી શકે છે. આ ફેરફારથી સેન્સેક્સ ફોક્સ્ડ પેસિવ ફંડમાંથી લગભગ 1000 કરોડ રૂપિયાનો ઇનફ્લો જોવા મળી શકે છે.