27000 કરોડમાં આ કંપની ખરીદવા નીકળ્યા અદાણી, અન્ય મોટી કંપનીઓ પણ છે રેસમાં! - Gujjutak
verified-account--v1 GSEB HSC Result 2025: ધોરણ 12 પરિણામને લઈને મોટા સમાચાર, અહીંથી જાણો રિઝલ્ટ ક્યારે જાહેર થશે અને કેવી રીતે અને ક્યાંથી ચેક કરવું @gseb.org verified-account--v1 આધાર કાર્ડ પર ઘરે બેઠા મેળવો 2 લાખ રૂપિયા સુધીની લોન, જાણો ઓનલાઈન અરજી કરવાની રીત verified-account--v1 ગર્ભાશયમાં ગાંઠ થવાથી કેન્સર થઈ શકે છે? ગાયનેકોલોજીસ્ટ પાસેથી જાણો verified-account--v1 Kutch District Recruitment 2025: Apply Online for NHM Laboratory Technician, Staff Nurse, CHO and More verified-account--v1 ધો. 10 અને 12ના પરિણામને લઈ મોટા સમાચાર, જાણો કયારે થશે બોર્ડની પરીક્ષાનું પરીણામ જાહેર

27000 કરોડમાં આ કંપની ખરીદવા નીકળ્યા અદાણી, અન્ય મોટી કંપનીઓ પણ છે રેસમાં!

ગૌતમ અદાણીની પાવર કંપની પોતાના બિઝનેસને ઝડપથી વિસ્તારી રહી છે. અદાણી પાવરે એક મોટી કંપની ખરીદવા માટે બોલી લગાવી છે.

Author image Gujjutak

Gautam Adaniની પાવર કંપની પોતાના બિઝનેસને ઝડપથી વિસ્તારી રહી છે. Adani Power એક મોટી કંપની ખરીદવા માટે બોલી લગાવી છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, અદાણી પાવરે KSK Mahanadi Power માટે રૂ. 27,000 કરોડની બિડ કરી છે. આ કંપની હાલ નાદારીની પ્રક્રિયામાં છે અને તેની ક્ષમતા 1800 મેગાવોટ છે.

અદાણી સિવાય આ કંપની માટે સરકારી અને ખાનગી મિલકત ધરાવતી કંપનીઓએ પણ બિડ સબમિટ કરી છે. રિપોર્ટ અનુસાર, જો અદાણીની બોલી ટોપ પર રહેશે, તો કંપનીના દેવાદારોના 92 ટકા પૈસા આ રકમમાંથી વસૂલ કરવામાં આવશે. કહેવાય છે કે આ કંપની પર 32,240 કરોડ રૂપિયાનું દેવું છે.

10 મોટી કંપનીઓ રેસમાં સામેલ

અદાણી સહિત કુલ 10 કંપનીઓ પાવર કંપની ખરીદવાની હોડમાં છે અને બિડ સબમિટ કરી છે. અહેવાલ અનુસાર, Apart from Adani Power, Capri Global Holdings, Coal India, NTPC, Vedanta, JSW Energy, Naveen Jindal's Jindal Steel & Power, iLab India Special Fund, Rashmi Metallics અનેSrisha Holdings આ રેસમાં છે.

વેલ્યુએશન કરતાં 5 ગણી વધુ બિડ

આ વર્ષે એવી ખબર હતી કે NTPC પણ છત્તીસગઢની KSK મહાનદી પાવર કંપની ખરીદવાની રેસમાં છે. તે સમયે, સરકારી કંપનીએ તેનું મૂલ્ય 5000 કરોડ રૂપિયા નક્કી કર્યું હતું. આવી સ્થિતિમાં, અદાણી પાવરે આ કંપનીના વેલ્યુએશન કરતાં 5 ગણી વધુ બિડ લગાવી છે. જોકે એનટીપીસીની બિડ હજુ બહાર આવી નથી.

ksk mahanadi powerની નાદારીની પ્રક્રિયા

ksk mahanadi power એપ્રિલ 2022થી કોર્પોરેટ નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. આ કંપની માર્ચ 2018માં ડિફોલ્ટ થઈ હતી, ત્યારે આ કંપની પર 21,760 કરોડ રૂપિયાનું દેવું હતું. શુક્રવારે અદાણી પાવરનો શેર 1.54 ટકા ઘટીને રૂ. 726.40 થયો હતો.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News