16 ઓગસ્ટથી, જો જૂની પેન્શન યોજના લાગુ ન થાય તો શૈક્ષિક મહાસંઘ દ્વારા આંદોલનની ચીમકી.
કારોબારી બેઠકમાં 26 પ્રશ્નો રજૂ
મોરબીમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારી બેઠક યોજાઈ. આ બેઠકમાં મોરબીના શૈક્ષણિક મહાસંઘે શાળા, બાળક અને શિક્ષકોના હિત માટે 26 પ્રશ્નો સરકાર સમક્ષ મૂક્યા.
જૂની પેન્શન યોજનાની માંગ
શિક્ષકો અને અન્ય કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાની પુનઃસ્થાપીત કરવા માટે સરકારને વિનંતી કરવામાં આવી છે. 2005 પહેલા જોડાયેલા શિક્ષકોને આ યોજના લાગુ કરવા માટે ઠરાવ પાસ કરવા જણાવાયું છે. જો આ યોજના પુનઃ સ્થાપિત નહીં થાય તો 16 ઓગસ્ટથી આંદોલન શરૂ થશે.
શિક્ષણ ક્ષેત્રે અન્ય મહત્વની માંગણીઓ
- HTAT મુખ્ય શિક્ષકોના બદલી ઠરાવ તાત્કાલિક બહાર પાડવો.
- ભરતી પહેલા અને 31 જુલાઈ પછી તાત્કાલિક બદલી કેમ્પો કરવા.
- ભારત નેટ કનેક્શન ન ચાલતું હોય ત્યાં સમસ્યાનો ઉકેલ લાવવો.
- ભારત નેટ સુવિધા ન હોય એવી શાળાઓ માટે ગ્રાન્ટ ફાળવવી
- શાળાઓમાં નવીન વર્ગખંડોની મંજુરી, જુના જ્ઞાનકુંજનું રીપેરીંગ, બાલવાટીકાના બાળકોને શિષ્યવૃત્તિ, શિક્ષકો માટે કેશલેશ મેડિકલ સારવાર, વગેરે.
બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવો
આ બેઠકમાં શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.