લોકસભાની ચૂંટણી પહેલા સામાન્ય લોકો માટે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયા ના ઘટાડાની જાહેરાત કરી છે. આ માહિતી ભારતના કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી એ સોશિયલ મીડિયા એક્સ હેન્ડલ પર આ માહિતી પોસ્ટ કરીને લોકોને જાણ કરી છે. આ પોસ્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીની સરકાર સદાય દેશના લોકોના હિતમાં નિર્ણય લેવો તે તેનું લક્ષ્ય છે.
હરદીપ સિંહ પુરીએ ટ્વિટ કર્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરવાનો વડાપ્રધાન મોદીનો નિર્ણય લાખો ભારતીય પરિવારોના કલ્યાણ અને સુરક્ષા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પુરીએ હાઇલાઇટ કર્યું કે જ્યારે વિશ્વ પડકારોનો સામનો કરી રહ્યું હતું, ત્યારે વિકસિત અને વિકાસશીલ દેશોમાં પેટ્રોલના ભાવમાં 50-72%નો વધારો થયો હતો. તેલની મોટી કટોકટી હોવા છતાં, ઘણા દેશોએ પેટ્રોલ ડીઝલ ની અછતનો સામનો કરવો પડ્યો. જો કે, મોદીના નેતૃત્વમાં ભારતીય પરિવારો આ મુશ્કેલીઓમાંથી બચી ગયા. છેલ્લા અઢી વર્ષમાં ભારતમાં પેટ્રોલના ભાવ વધવાને બદલે 4.65% ઘટ્યા છે.
પુરીએ જણાવ્યું હતું કે વૈશ્વિક વધારા વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવામાં ભારત અજોડ છે. મોદીના નેતૃત્વ હેઠળ, ભારતે તેના નાગરિકો માટે પોષણક્ષમ ઇંધણ સુનિશ્ચિત કરીને તેના ક્રૂડ ઓઇલ સ્ત્રોતોનો વિસ્તાર કર્યો. વધુમાં, વડા પ્રધાન મોદીએ નવેમ્બર 2021 અને મે 2022માં બે વાર પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. આના કારણે ભાવમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો છે, જેમાં ભાજપ શાસિત રાજ્યો અન્ય કરતાં સસ્તું ઇંધણ મેળવે છે.
पेट्रोल और डीज़ल के दाम ₹2 रुपये कम करके देश के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी ने एक बार फिर साबित कर दिया कि करोड़ों भारतीयों के अपने परिवार का हित और सुविधा सदैव उनका लक्ष्य है।
— Hardeep Singh Puri (मोदी का परिवार) (@HardeepSPuri) March 14, 2024
वसुधा का नेता कौन हुआ?
भूखण्ड-विजेता कौन हुआ?
अतुलित यश क्रेता कौन हुआ?
नव-धर्म… https://t.co/WFqoTFnntd pic.twitter.com/vOh9QcY26C
અમદાવાદમાં પેટ્રોલ ડીઝલ ના ભાવ 15/03/2024
અમદાવાદમાં અત્યારે પેટ્રોલનો ભાવ 96 રૂપિયા છે તે આવતીકાલે છ વાગ્યાથી બે રૂપિયા ના ઘટાડા સાથે પેટ્રોલ પ્રતિ લીટર 94 રૂપિયા થઈ જશે. જ્યારે અમદાવાદમાં ડીઝલ નો ભાવ અત્યારે 92 રૂપિયા છે તે ઘટીને ₹90 ની આસપાસ હશે.
પેટ્રોલ ડીઝાઇન ના નવા ભાવ ક્યાંથી લાગુ થશે?
આજે હરદીપ સિંહ પુરીએ ટ્વિટ કરી ને પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. અને આ નવા ભાવ 15 માર્ચ 2024 સવારે 6:00 વાગ્યા થી ભારતભરમાં લાગુ થશે.
દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ કેટલો?
આમ જોવા જઈએ તો દિલ્હીમાં અન્ય રાજ્યો કરતા ડીઝલના ભાવ ઓછા છે. તેમાં પણ કેન્દ્ર સરકારની પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની જાહેરાત બાદ દિલ્હીના લોકો માટે પેટ્રોલ ડીઝલ વધુ સસ્તું થશે. આજે દિલ્હીમાં ડીઝલની કિંમત 89.62 પ્રતિ લીટર છે. આવતીકાલથી ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લીટર મળશે. દિલ્હીમાં આજે પેટ્રોલ ની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લીટર છે. જે આવતીકાલે 94.72 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે.
મુંબઈમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ કેટલો?
આજે મુંબઈમાં પેટ્રોલ 106 રૂપિયા પ્રતિ લીટર માં વેચાઈ રહ્યું છે. આવતીકાલથી મુંબઈમાં પેટ્રોલ 104 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે. મુંબઈમાં અત્યારે ડીઝલનો ભાવ 94.27 રૂપિયા પ્રતિ લીટર છે. જે સરકારના ઘટાડા બાદ 92.27 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે.