શું છે આ airtel ની ખાસ ઓફર?
ટેલિકોમ કંપની એરટેલ (airtel) પોતાના યુઝર્સને પ્રીપેડ માંથી પોસ્ટપેડ માં અપગ્રેટ થવા માટે એક આકર્ષક ઓફર શરૂ કરી છે. જો તમે પ્રિપેડ પ્લાન્ટ થી પોસ્ટપેડ પ્લાનમાં અપગ્રેડ થાવ છો તો તમને ફ્રી ડેટા સહિતની ઘણી બધી સુવિધાઓ મળશે.
શું છે એરટેલના 449 રૂપિયા વાળા પ્લાન્ટની વિશેષતા
Airtel ના 499 રૂપિયા વાળા પોસ્ટપેડ પ્લાન પર ખાસ બેનિફિટ્સની જાહેરાત કરવામાં આવી છે. આ પ્લાન હેઠળ તમને દર મહિને 50 GB હાઈ સ્પીડ ઇન્ટરનેટ, અનલિમિટેડ કોલિંગ, દરરોજના 100 SMS અને સાથે 200 GB સુધીનો ડેટા રોલઓવર ની સુવિધા મળશે.
ફ્રી 25 GB ડેટા
જો તમે પ્રિપેડ થી પોસ્ટપેડ પર સ્વિચ કરો છો તો એરટેલ તમને વધારાના 25 GB હાઈ સ્પીડ ઇન્ડોનેટ ડેટા આપી રહ્યું છે એનો અર્થ એ છે કે આ પ્લાનની સાથે તમને 50 GB + 25 GB એટલે કે કુલ 75 GB ઇન્ટરનેટ ડેટા મળી રહ્યું છે.
આ પ્લાન સાથે મળતા વધારાના બેનિફિટ્સ
આ પ્લાનની સાથે વધારામાં Apollo 24/7 સર્કલ મેમ્બરશિપ, 3 મહિના માટે Airtel Xstream Play Premium, ફ્રી હેલો ટ્યુન અને બ્લુ રિબન બેગ સર્વિસ નો બેનિફિટ્સ મળી રહ્યો છે.
અહીં તમારે ખાસ નોંધવું કે Airtel Xstream Play Premium નું સબસ્ક્રીપ્શન ત્રણ મહિના નું છે પછી દર મહિને 99 રૂપિયામાં મળશે. જો તમને આ સેવા ન જોઈતી હોય તો તમે આ સેવાની ડીએક્ટિવેટ પણ કરાવી શકો છો.
પ્રિપેડ માંથી પોસ્ટપેડમાં અપગ્રેડ થવાના ફાયદા
પ્રીપેડ માંથી પોસ્ટપેડ માં અપડેટ થવાથી એરટેલ તમને 200 GB ડેટા રોલઓવરની સુવિધા આપે છે તેની સાથે કેટલાક OTT પ્લેટફોર્મનું પણ એક્સેસ આપે છે અને તેની સાથે ફ્રી માં 25 GB ડેટા નો પણ લાભ આપે છે.
અહીં ખાસ નોંધો કે આ પ્લાન ની મૂળ કિંમત 449 છે જેના પર 18% GST લાગે છે. જેના પર યુઝર્સ એ ધ્યાન આપવું જોઈએ.
જો તમે પણ એરટેલના યુઝર છો, તો ફ્રી ડેટાની આ ઑફરનો લાભ લેવું ચૂકી ન જશો. આજથી જ પ્રીપેડ છોડીને પોસ્ટપેડ પ્લાનમાં અપગ્રેડ કરો અને શાનદાર લાભ મેળવો!