Akums Drugs IPO: 30 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી બિડિંગ, ન્યૂનતમ રોકાણ ₹14,938 - Gujjutak
verified-account--v1 GSEB HSC Result 2025: ધોરણ 12 પરિણામને લઈને મોટા સમાચાર, અહીંથી જાણો રિઝલ્ટ ક્યારે જાહેર થશે અને કેવી રીતે અને ક્યાંથી ચેક કરવું @gseb.org verified-account--v1 આધાર કાર્ડ પર ઘરે બેઠા મેળવો 2 લાખ રૂપિયા સુધીની લોન, જાણો ઓનલાઈન અરજી કરવાની રીત verified-account--v1 ગર્ભાશયમાં ગાંઠ થવાથી કેન્સર થઈ શકે છે? ગાયનેકોલોજીસ્ટ પાસેથી જાણો verified-account--v1 Kutch District Recruitment 2025: Apply Online for NHM Laboratory Technician, Staff Nurse, CHO and More verified-account--v1 ધો. 10 અને 12ના પરિણામને લઈ મોટા સમાચાર, જાણો કયારે થશે બોર્ડની પરીક્ષાનું પરીણામ જાહેર

Akums Drugs IPO: 30 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી બિડિંગ, ન્યૂનતમ રોકાણ ₹14,938

Akums Drugs and Pharmaceuticals Limited કંપનીની Initial public offering (IPO) આવતા અઠવાડિયે ખુલશે. રિટેલ રોકાણકારો આ IPO માટે 30 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી બિડ કરી શકશે.

Author image Gujjutak

Akums Drugs and Pharmaceuticals Limited કંપનીની Initial public offering (IPO) આવતા અઠવાડિયે ખુલશે. રિટેલ રોકાણકારો આ IPO માટે 30 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 6 ઓગસ્ટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.

IPO દ્વારા ₹1,856.74 કરોડની રકમ એકત્ર કરવાની યોજના

કંપની આ IPO દ્વારા ₹1,856.74 કરોડ એકત્ર કરવાનો લક્ષ્ય રાખી રહી છે. આ માટે, 27,345,162 નવા શેર રુપિયા 680 કરોડમાં જારી કરાશે. આ ઉપરાંત, કંપનીના હાલના રોકાણકારો ઓફર ફોર સેલ (OFS) દ્વારા 17,330,435 શેર ₹1,176.74 કરોડમાં વેચી રહ્યા છે.

લઘુત્તમ અને મહત્તમ રોકાણ

Akums Drugs and Pharmaceuticals Limited દ્વારા IPO માટે પ્રાઇસ બેન્ડ ₹646-679 નક્કી કરવામાં આવ્યો છે. રિટેલ રોકાણકારો ઓછામાં ઓછા એક લોટ એટલે કે 22 શેર માટે બિડ કરી શકે છે, જેના માટે ₹14,938નું રોકાણ કરવું પડશે. મહત્તમ 13 લોટ એટલે કે 286 શેર માટે રિટેલ રોકાણકારો બિડ કરી શકે છે, જેના માટે ₹194,194નું રોકાણ કરવું પડશે.

ગ્રે માર્કેટમાં પ્રીમિયમ

IPO ખુલ્યા પહેલા, કંપનીના શેર્સ ગ્રે માર્કેટમાં 25.04% એટલે કે ₹170 પ્રતિ શેરના પ્રીમિયમ પર પહોંચ્યા હતા. અપર પ્રાઇસ બેન્ડ મુજબ, તેનું લિસ્ટિંગ ₹849 પર થઈ શકે છે.

અનામત શેર્સ

ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) માટે 75% ઇશ્યુ અનામત છે, રિટેલ રોકાણકારો માટે 10% અનામત છે, અને બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે 15% શેર્સ અનામત છે.

કંપનીની સ્થપના અને કામ

Akums Drugs & Pharmaceuticals Limitedની સ્થાપના 2004માં કરવામાં આવી હતી. કંપની એક ફાર્માસ્યુટિકલ કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઈઝેશન (CDMO) છે, જે ભારતમાં તેમજ વિદેશમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો અને સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે.

IPO શું છે?

કોઈ કંપની જ્યારે પ્રથમ વખત જનતાને તેના શેર જારી કરે છે, ત્યારે તેને પ્રારંભિક જાહેર ઓફર (IPO) કહેવામાં આવે છે. IPO દ્વારા કંપની પોતાનો બિઝનેસ વધારવા માટે ફંડ્સ એકત્ર કરે છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News