
ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હોળીની જ્વાળાને આધારે ચોમાસાની આગાહી કરી છે. જાણો કેવુ રહેશે આ વર્ષની ચોમાસાની સિઝન અને કેટલો રહેશે વરસાદ.
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ હંમેશાં તેમની સચોટ આગાહીઓ માટે જાણીતા છે. હોળી દહન સમયે, તેમણે હોળીની જ્વાળાને આધારે ચોમાસાની આગાહી કરી છે. અંબાલાલ પટેલએ જણાવ્યું કે આ વર્ષે ચોમાસું અલગ પ્રકારનું થઈ શકે છે, જેમાં 8 થી 10 આની જ વરસાદી સિઝન રહેશે.
હવામાનના વરતારા અનુસાર અંબાલાલ પટેલlએ જણાવ્યું કે આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં ઓછો રહી શકે છે, જેના કારણે ખેડૂતો અને દેશના અર્થતંત્ર પર અસર પડી શકે છે. જો ખૂબ ઓછો કે વધુ વરસાદ પડે, તો ખેડૂતોને નુકસાન થઈ શકે અને પૂરની સ્થિતિ સર્જાય તો આર્થિક ખોટ ઉદ્ભવી શકે છે.
ગુજરાતના ગાંધીનગર જિલ્લાના પાલજ ગામમાં સૌથી મોટું હોળી દહન થાય છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે. અંબાલાલ પટેલ પણ ત્યાં હાજર રહ્યા હતા અને હોળી દહન પછી આ આગાહી કરી હતી.
શું આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે કે અલગ પ્રકારે આવશે? જાણવું રસપ્રદ રહેશે!