અમિત શાહે પૂર્વ રાજ્યપાલને સ્ટેજ પર કેમ ખખડાવ્યા? જુઓ વાયરલ વિડીયો

Home Minister Amit Shah: આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે ચંદ્રબાબુ નાયડુએ બુધવારે શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા.

Author image Aakriti

આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે ચંદ્રબાબુ નાયડુએ બુધવારે શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા. આ સમારોહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જોકે આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

વાયરલ થયેલા વીડિયોમાં પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજન સ્ટેજ પર નેતાઓનું અભિવાદન કરતા અને અમિત શાહની સામે હાથ જોડીને જતા જોવા મળે છે. વિડીયોમાં એવું દ્રશ્ય છે કે અમિત શાહ તેમને અટકાવે છે અને પછી કોઈક વાત સમજાવતા જોવા મળે છે.

આ વીડિયો અંગે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી છે કે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન અમિત શાહે તમિલિસાઈ સૌંદરરાજનને ખખડાવ્યા. જોકે, ભાજપ અથવા અન્ય કોઈ પક્ષ તરફથી આ વીડિયોને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

તમિલિસાઈ સૌંદરરાજને તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીમાં હાર મળી હતી, જેમાં તેઓ ભાજપની ટિકિટ પર ચુંટણી લડી રહ્યા હતા. હાલમાં તેઓ અને તમિલનાડુના ભાજપ અધ્યક્ષ અન્નામલાઈ વચ્ચે રાજકીય ઘર્ષણ ચાલી રહ્યું છે.

વિડિયોમાં અમિત શાહ તેમને સમજાવતા જોવા મળે છે, જેમાં તેમની નારાજગી સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.

આ વીડિયો ભાજપના પ્રદેશ સોશિયલ મીડિયા સેલના ઉપાધ્યક્ષ કાર્તિક ગોપીનાથ દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે પૂછ્યું કે, "તમિલિસાઈને અમિત શાહે કેમ જાહેરમાં ખખડાવ્યા?"

મંચ પર અમિત શાહ ઉપરાંત નીતિન ગડકરી અને જેપી નડ્ડા પણ હાજર હતા.

ગુજ્જુતક આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર