
Amul Milk Price Hike : આવતીકાલથી અમુલ દૂધના ભાવમાં વધારો, ગૃહિણીઓના બજેટ પર અસર
2 જૂન 2024 - અમુલે પોતાના દૂધના ભાવમાં બે રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે, જે આવતીકાલથી લાગૂ પડશે. આ ભાવવધારા પછી ગૃહિણીઓનું બજેટ ખોરવાશે.
અમુલ ગોલ્ડ, અમુલ તાજા અને અમુલ શક્તિ સહિતના તમામ પ્રકારના દૂધમાં બે રૂપિયાનો વધારો થયો છે, આમાં અમુલ તાજાના નાના પાઉચનો સમાવેશ થતો નથી. GCMMF લિમિટેડ દ્વારા રવિવારે સત્તાવાર રીતે આ નવા ભાવ જાહેર કરવામાં આવ્યા.
નવી કિંમતો મુજબ, 500 મિલી અમુલ ગોલ્ડનો ભાવ 32 રૂપિયાથી વધીને 33 રૂપિયા થયો છે. અમુલ તાજા 500 મિલી પેક 26 રૂપિયાથી વધીને 27 રૂપિયા થયો છે. આમ જ, 500 મિલી અમુલ શક્તિનો ભાવ 29 રૂપિયાથી વધીને 30 રૂપિયા થયો છે.
અમદાવાદમાં 500 મિલી અમુલ ગોલ્ડ પેક હવે 33 રૂપિયામાં મળશે, અમુલ શક્તિ પેક 30 રૂપિયામાં અને અમુલ તાજા પેક 27 રૂપિયામાં મળશે.
દૂધના ભાવમાં આ વધારો લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા જ કરવામાં આવ્યો છે, જેના કારણે લોકોમાં ખટરાગ જોવા મળી શકે છે. આ ભાવવધારા સાથે જ સામાન્ય જનતા માટે મોંઘવારીનો વધુ એક માર થશે.