Big News: રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને દિવાળી પહેલાં એડવાન્સ પગાર અને પેન્શનની જાહેરાત - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

Big News: રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને દિવાળી પહેલાં એડવાન્સ પગાર અને પેન્શનની જાહેરાત

Advance Payment of Salary-Pension News: ગુજરાત સરકારે (Gujarat Government) સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ઓક્ટોબર મહિનાના પગાર અને પેન્શનની એડવાન્સ ચુકવણી કરવાનો નિર્ણય લીધો

Author image Gujjutak

Advance Payment of Salary-Pension News: દીવાળી (Diwali) તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશીના સમાચાર છે. ગુજરાત રાજ્ય સરકારે ઓક્ટોબર મહિનાના પગાર અને પેન્શનની રકમ એડવાન્સમાં ચુકવવાનો નિર્ણય લીધો છે. આ ચુકવણી 23થી 25 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય લીધો છે જેથી કરીને રાજ્યના સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનર્સ દિવાળીના તહેવારોને આનંદથી ઉજવી શકે. મુખ્યમંત્રીએ નાણાં વિભાગને આ એડવાન્સ ચુકવણીના દિશાનિર્દેશ આપ્યા છે, જે હેઠળ તમામ કર્મચારીઓ અને પેન્શનર્સને માસિક ચુકવણી પહેલા કરી આપવામાં આવશે.

આ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ કર્મચારી મંડળો અને એસોસિએશન દ્વારા કરવામાં આવેલી રજૂઆતોના આધાર પર કર્યો છે. આ નિર્ણયને કારણે કર્મચારીઓ અને પેન્શનર્સ તેમના તહેવારના ખર્ચા માટે સમયસર રકમ મેળવી શકશે, જેથી દિવાળીની ઉજવણી વધુ આનંદમય બની રહેશે.

ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને ઓક્ટોબર મહિનાના પગાર અને પેન્શન 23થી 25 ઓક્ટોબર દરમિયાન એડવાન્સમાં ચૂકવવાનો નિર્ણય લીધો છે, જેથી તે દિવાળીનો તહેવાર ખુશીથી ઉજવી શકે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News