ગુજરાત સરકારે દિવાળીના તહેવાર નિમિત્તે કર્મચારીઓની રજા સંબંધિત મોટી જાહેરાત કરવામાં આવી છે. વહીવટી વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં કર્મચારીઓને દિવાળીમાં સળંગ પાંચ દિવસનો વેકેશન એટલે કે 11 નવેમ્બર થી 15 નવેમ્બર સુધી એટલે કે પાંચ દિવસની રજાનો હુકમ કર્યો છે.
સરકારી કર્મચારીઓને 11 થી 15 નવેમ્બર સુધી રજા ની જાહેરાત
11 નવેમ્બરે બીજો શનિવાર હોવાથી સરકારી કચેરીઓમાં રજા છે. 12 નવેમ્બરના દિવસે દિવાળી અને સાથે રવિવાર ની રજા છે. 13 નવેમ્બરના રોજ કોઈ જાહેર રજા નથી પરંતુ વહીવટી વિભાગ દ્વારા રજાની જાહેરાત કરવામાં આવી છે. 14 નંબર મંગળવારના દિવસે વિક્રમ સવંત અને નૂતન દિવસની રજા છે. અને 15 તારીખે બુધવારે પણ તહેવાર હોવાથી જાહેર રજા છે. આમ જોઈએ તો ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને 11 થી લઈને 15 નવેમ્બર સુધી ધોરણ પાંચ દિવસની રજાઓ મળશે. સામાન્ય વહીવટી વિભાગ નો આ પરિપત્ર પંચાયત, કોર્પોરેશન તથા રાજ્ય સરકાર બોર્ડ ના કર્મચારીઓને લાગુ પડશે.