
Los Angeles Fire News: લોસ એન્જલસમાં ફરી ભયાનક આગ: અમેરિકાના લોસ એન્જલસમાં વધુ એક ભયાનક આગ ફાટી નીકળી છે. કાસ્ટેક લેક નજીકના જંગલ વિસ્તારમાં આ આગે મોટું આકાર ધારણ કર્યું છે. તાજેતરમાં બનેલી આ બીજી મોટી આગથી હજારો લોકોએ પોતાના ઘરો છોડીને સુરક્ષિત સ્થળે જવું પડ્યું છે.
અમેરિકાના લોસ એન્જલસમાં વધુ એક ભયાનક આગ ફાટી નીકળી છે. કાસ્ટેક લેક નજીકના જંગલ વિસ્તારમાં આ આગે મોટું આકાર ધારણ કર્યું છે. તાજેતરમાં બનેલી આ બીજી મોટી આગથી હજારો લોકોએ પોતાના ઘરો છોડીને સુરક્ષિત સ્થળે જવું પડ્યું છે. આગે લગભગ 8,000 એકર (3,200 હેક્ટર) વિસ્તારને જોખમમાં લાવી દીધો છે. તળાવની આસપાસ રહેતા લોકો માટે તાત્કાલિક એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
માહિતી અનુસાર, લોસ એન્જલસમાં જોરદાર સાંતા એના પવનોની અસરથી આ આગ વધુ વિકરાળ બની છે. ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડી રહ્યા છે, અને આગ વધુ વિસ્તાર સુધી ફેલાવાની આશંકા છે.
Massive fire in Los Angeles sparks mandatory evacuations, with over 8,000 acres on fire from the out of control Hughes Fire near Castaic Lake.
— Oli London (@OliLondonTV) January 23, 2025
19,000 residents have been evacuated from the fire.
pic.twitter.com/IjqbhaCMO2
સ્થાનિક લોકો માટે આ પરિસ્થિતિ અત્યંત મુશ્કેલ બની છે. આગથી બચવા માટે તાત્કાલિક વિસ્તારમાંથી લોકોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. એક સ્થાનિક રહેવાસીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું, "હું પ્રાર્થના કરું છું કે અમારું ઘર બળી ન જાય." લોસ એન્જલસ કાઉન્ટીના શેરિફ રોબર્ટ જેન્સે લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા અપીલ કરી છે.
આ પહેલા લોસ એન્જલસમાં આવી જ ઘટનાઓએ અનેક ઘરોને બળીને ખાખ કરી દીધા છે. તાજેતરની ઘટનાઓમાં 2 લાખથી વધુ લોકોને ઘર છોડવું પડ્યું હતું, અને 27થી વધુ લોકોના જીવ ગયા હતા.
આગની આ ઘટનાને 2028માં યોજાનાર ઓલિમ્પિક માટે પણ ચિંતાજનક માનવામાં આવી રહી છે. લોસ એન્જલસ, જે અમેરિકાના સિનેમાના કેન્દ્ર તરીકે ઓળખાય છે, ત્યાં 14 જુલાઈથી 30 જુલાઈ, 2028 સુધી રમતગમતના મહાકુંભ ઓલિમ્પિક યોજાવાનો છે. આવી સ્થિતિમાં આ પ્રકારની આગની ઘટનાઓ સ્થાનિક સત્તાવાળાઓ માટે મોટું પડકાર બની રહી છે.
લોસ એન્જલસમાં વારંવાર થતા આ આગના બનાવોને ધ્યાનમાં રાખતા, સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે આકસ્મિક અસરકારક નીતિ તૈયાર કરવાની જરૂર છે.