ગુજરાત: તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ગ-3ની 5554 જગ્યાઓ માટે CCE (કમ્બાઈન કોમ્પેટિટિવ એક્ઝામ) પરીક્ષા લેવામાં આવી હતી. લાખો ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી અને તેઓ ફી રિફંડ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ માટે હવે એક મોટી અપડેટ આવી છે.
GSSSB Exam fee refund / ફી રિફંડ માટે મહત્વની માહિતી
GSSSBના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે, 212/202324 CCEમાં હાજર રહેલા તમામ ઉમેદવારોને પરીક્ષા ફી રિફંડ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જે બેંક એકાઉન્ટમાંથી પરીક્ષા ફી મળી હતી, તે જ એકાઉન્ટમાં ઇ-પેમેન્ટ દ્વારા રિફંડ જમા કરવામાં આવશે. આ રિફંડ મોડામાં મોડું 20 જૂન, 2024 સુધીમાં મળી જશે.
પ્રોવિઝનલ આન્સર કી વિશે અપડેટ
GSSSB દ્વારા 25 મેના રોજ સાંજે 6 વાગ્યે રિસ્પોન્સ શીટ જાહેર કારી દેવામાં આવેલ છે. ઉમેદવારો આ રિસ્પોન્સ શીટ અને પોતે પસંદ કરેલા વિકલ્પો ડાઉનલોડ કરવા માટે https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html પર ક્લિક કરી શકશે. 25મે 6 વાગ્યા થી પ્રોવિઝનલ આન્સર કી અને રિસ્પોન્સ શીટ મંડળની વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ હતી.
Junior Clerk Preliminary Exam
GSSSBના સચિવ હસમુખ પટેલે જણાવ્યુ કે, ગ્રુપ A અને B માટેની સંયુક્ત પ્રિલિમ પરીક્ષાઓ 20 મેના રોજ પૂર્ણ થઈ હતી. 1લી એપ્રિલથી 20 મે સુધીના 19 દિવસમાં 71 શિફ્ટમાં આ પરીક્ષા લેવાઈ હતી. 30 જૂન આસપાસ પ્રિલિમ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ શકે છે. પરિણામ બાદ મેરીટમાં આવનારા ઉમેદવારોની મુખ્ય પરીક્ષા યોજાશે. ઉલ્લેખનીય છે કે, ગૌણ સેવા મંડળની આ પરીક્ષામાં 66 ટકા ઉમેદવારો હાજર રહ્યા હતા.
આ સુવિધાઓથી ઉમેદવારોને ભારે રાહત મળશે: GSSSB દ્વારા આપવામાં આવેલી આ માહિતીથી ઉમેદવારોને તેમના ફી રિફંડ અને આન્સર કી વિશે સ્પષ્ટતા મળશે અને તે પછીની પ્રોસેસ માટે તેઓને તૈયારીમાં મદદ મળશે.