ભગવાનના નામ પર બાળકનું નામ રાખવું કેટલું યોગ્ય?

ભગવાનના નામ પર બાળકનું નામ રાખી શકાય? : સામાન્ય રીતે માતા-પિતા પોતાના બાળકો માટે એવું નામ પસંદ કરે છે જે વિશિષ્ટ અને શુભકારક હોય.

Author image Gujjutak

ભગવાનના નામ પર બાળકનું નામ રાખી શકાય? : સામાન્ય રીતે માતા-પિતા પોતાના બાળકો માટે એવું નામ પસંદ કરે છે જે વિશિષ્ટ અને શુભકારક હોય. આ માટે ઘણી વાર લોકો ભગવાનના નામ રાખતા હોય છે. પરંતુ શું ભગવાનના નામ પર બાળકનું નામ રાખવું યોગ્ય છે? આ અંગે જાણીએ.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે ભગવાનનું નામ લેવામાં આવે, ત્યારે મન, વાણી અને મુખ શુદ્ધ હોવું જરૂરી છે. એટલે કે જ્યારે આપણે ભગવાનનું નામ લવીએ, ત્યારે આપણે ખાવા-પીવાથી મુખ અશુદ્ધ ન હોવું જોઈએ અને આપણી વાણીમાં પ્રેમભાવ હોવો જોઈએ. જો મનમાં ક્રોધ, દ્વેષ કે અન્ય નકારાત્મક ભાવનાઓ હોય, તો ભગવાનનું નામ લેવું યોગ્ય નથી.

બાળકને ભગવાનનું નામ આપવાથી તેમનું અપમાન થવાની શક્યતા રહે છે, કેમ કે રોજબરોજના જીવનમાં આપણે આ બધું ધ્યાનમાં રાખી શકતા નથી. તેથી જ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે બાળકને ભગવાનનું નામ ન આપવું જોઈએ.

યદ્ધપિ ભગવાનના નામથી શુભ અસર થતી હોય, પણ જો બાળક ખરાબ સંસ્કાર અપનાવે, તો એ નામની મહિમા ઓછી થાય છે. તેથી, જો તમે ભગવાનના નામ પર બાળકનું નામ રાખો, તો એ નામની પવિત્રતા જાળવવી જરૂરી છે.

આ લેખના માધ્યમથી તમે સમજી શકશો કે ભગવાનના નામ પર બાળકનું નામ રાખવું કેટલું યોગ્ય છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર