Neeta Choudhary Arrested : કચ્છની બહુચર્ચિત સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ફરીથી ધરપકડ થઈ છે. ATS એ નીતા ચૌધરીને લીંબડી નજીકના ગામેથી પકડી પાડી છે. નીતાની ધરપકડ બુટલેગરની સાસરીમાં છુપાઈ રહેલી હાલતમાં થઈ છે.
જેલ હવાલા હુકમ બાદ થઈ હતી ફરાર
સેસન્સ કોર્ટે નીતા ચૌધરીના જામીન ના મંજૂર કર્યા બાદ તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. પરંતુ તે સમયે, નીતા ચૌધરી ફરાર થઈ ગઈ હતી. હવે, ATSની ચોક્કસ બાતમીના આધારે, તેને સુરેન્દ્રનગર પંથકમાં લીંબડી નજીકથી ઝડપી લેવામાં આવી છે.
ધરપકડ બાદ પણ અફસોસ નહીં
નીતા ચૌધરીની ધરપકડ પછીના ફોટા અને વીડિયો સામે આવ્યા છે, જેમાં તે પોતાના ગુનાના કારણે કોઈ અફસોસ વિના વર્તી રહી છે. તે હળવાશથી હસ્તી પણ જોવા મળી છે. અગાઉ જ્યારે પણ નીતાને બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે પકડવામાં આવી હતી, ત્યારે પણ તેના ચહેરા પર ચિંતાના નિશાન નહોતા.
પોલીસ લોકઅપમાં પણ નિરાશા વિના
પોલીસ લોકઅપમાં પણ, નીતા ચૌધરી કોઈ અફસોસ વિના વર્તી રહી છે, જેના કારણે તપાસમાં જોડાયેલા અધિકારીઓના મનમાં અનેક સવાલો ઉઠ્યા છે.
આ કેસની વધુ તપાસ ચાલુ છે અને અધિકારીઓએ જણાવ્યુ છે કે નિતાના મક્કમ મનોબળ પાછળના કારણો શોધી કાઢવાના પ્રયત્નો કરવામા આવશે.