Ayushman Card Expiry Date: આયુષ્માન ભારત યોજના હેઠળ લાભાર્થીઓને ઘણીવાર પ્રશ્ન થાય છે કે જો એક વર્ષ સુધી આયુષ્માન કાર્ડનો ઉપયોગ ન થાય તો શું તે રદ્દ થશે? આ પ્રશ્નનું ઉત્તર જાણો.
Ayushman Card Expiry Date: આયુષ્માન ભારત યોજના હેઠળ લાભાર્થીઓને ઘણીવાર પ્રશ્ન થાય છે કે જો એક વર્ષ સુધી આયુષ્માન કાર્ડનો ઉપયોગ ન થાય તો શું તે રદ્દ થશે? આ પ્રશ્નનું ઉત્તર જાણો.
ભારત સરકારના 2018માં શરૂ કરેલી આ યોજના હેઠળ લાભાર્થીઓને 5 લાખ (ગુજરાત માટે 10 લાખ) રૂપિયા સુધીની મફત સારવાર મળી શકે છે. આ યોજના હેઠળ કેશલેસ અને પેપરલેસ ટ્રીટમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં સરકારી અને ખાનગી બંને પ્રકારની આશરે 30,000 હોસ્પિટલોનો સમાવેશ થાય છે.
લાભાર્થીઓને ચિંતા રહેતી હોય છે કે જો આયુષ્માન કાર્ડનો ઉપયોગ એક વર્ષ સુધી ન થાય તો શું? જવાબ છે કે એવું કઈ જ ન થાય. આયુષ્માન કાર્ડ 1 વર્ષ પછી આપમેળે રિન્યુ થઈ જાય છે. તેથી, એક વર્ષ સુધી ઉપયોગ ન કરવા છતાં પણ કાર્ડ માન્ય રહેશે અને તમે તેને ફરીથી ઉપયોગમાં લઈ શકશો.
આ માહિતી દ્વારા આયુષ્માન કાર્ડની માન્યતા અને તેની રિન્યુઅલ પ્રક્રિયા વિશે તમામ પ્રશ્નોના જવાબ મળી ગયા છે. આ યોજના દરેક નાગરિક માટે આરોગ્ય સુરક્ષા પ્રદાન કરે છે.