વિમેન્સ પ્રિમિયર લીગ ના ફાઇનલ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ વચ્ચે કુલ 4 મેચો રમાઈ ગયા હતા અને આ ચારેય મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ની હાર થઈ હતી. પણ વિમેન્સ પ્રિમિયર લીગની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ અને હરાવી ટ્રોફી જીતી છે.
IPL માં જે વિરાટ કોહલી, ક્રિશ ગેલ, આબડી વિલિયર્સ, જાહેરખાન, યુવરાજસિંહ, કેએલ રાહુલ અને ડેલસ્ટેન જેવા દિગ્ગજ ખેલાડીઓએ IPLની 16 સિઝનમાં ન કરી શક્યા તે સ્મૃતિ મંધના એ વિમેન્સ પ્રિમિયર લીગમાં બે સિઝનમાં જ કરી બતાવ્યું. પાછી આઈપીએલની 16 સીઝનથી રોયલ ચેલેન્જર્સ બેંગલોર જે ટ્રોફી ની રાહ જોઈ રહી હતી તેમનો આખરે અંત આવ્યો. વિમેન્સ પ્રિમિયર લીગ ના ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સ ને આઠ વિકે હરાવી ટ્રોફી પોતાના નામે કરી છે.
WPL હું પ્રથમ સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સ ચેમ્પિયન બન્યું હતું. અને આ વર્ષે બીજી સિઝન ની ફાઈનલ બીલીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 17 માર્ચ અને રવિવારે રાત્રે રમાઈ હતી. આ વખતે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ફાઇનલ રમવા માટે ઉતરી હતી. WPL ની પહેલી સિઝનમાં પણ દિલ્હી કેપિટલ્સ ફાઇનલ મેચ રમી હતી પરંતુ તેમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ વખતે પણ દિલ્હી કેપિટલ્સ ફાઇનલમાં પહોંચી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પહેલીવાર ફાઈનલ રમી રહી હતી. ગયા વખતે મુંબઇ ઇન્ડિયન્સ અને આ વખતે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે દિલ્હી કેપિટલ્સ એ જીતવાની આસાને વેરવિખેર કરી.
વર્લ્ડ કપમાં પોતાની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયા ટીમને 5 વાર વર્લ્ડ કપમાં જીત અપાવનાર દિગ્ગજ ખેલાડી મેગ લૈનિંગ ને બીજી વાર ફાઇનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો.
દિલ્હી કેપિટલ્સની ધમાકેદાર શરૂઆત
દિલ્હી કેપિટલ્સ એ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું નક્કી કર્યું. આ બંને ટીમ વચ્ચે આ સિઝનમાં પહેલા ચાર મેચ રમાઈ ગયા હતા પરંતુ આ ચારેય મેચમાં દિલ્હી કેપિટલ્સ ની જીત થઈ હતી. ટોસ જીતીને મેગ લૈનિંગ અને સેફાલી વર્માએ જે પ્રમાણે શરૂઆત કરી તે પ્રમાણે લાગતું હતું કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ને પાંચમી વાર પણ હાર નો સામનો કરવો પડશે. પાવર પ્લેમાં બંને મળીને 61 રનની સાજેદારી કરી. સેફાલી એ વિસ્ફોટક 27 બોલમાં 44 રન કર્યા જેમાં 2 બાઉન્ડ્રી અને 3 Six લગાવી હતી. પરંતુ પાવર પ્લે પૂરો થતાં જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મેચમાં વાપસી કરી.
RCBના સ્પીનરોએ કરાવી મેચમાં વાપસી
મેચની 8મી ઓવરમાં લેફ્ટ આર્મ સ્પિનર સોફી મોલીન્યૂ એ સેફાલીની વિકિટ લીધી. ત્યાર પછી જેમીમાં રોડ્રિગ્જ અને કૈપ્સી ને આઉટ કરી દિલ્હીને બેકફૂટ પર ધકેલી દીધી. ત્યાર પછી તો આરસીબીના સ્પીનરો એ એવી ઝાડ બિછાવી કે દિલ્હી કેપિટલ્સ ના બેસ્ટમેનની એક ન ચાલી. શ્રેયંકા પાટીલએ મેગ લેનિંગને પોતાનો શિકાર બનાવ્યો, જ્યારે આશા શોભનાએ એક જ ઓવરમાં મરિજન કપ્પ અને મિનુ મણીને આઉટ કર્યા હતા. અંતે, 19મી ઓવરમાં શ્રેયંકાએ છેલ્લી 2 વિકેટ ઝડપીને દિલ્હીને માત્ર 113 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
પેરીએ RCBને જીત સુધી પહોંચાડી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 114 રનનો ટાર્ગેટ વિશાળ ન હોતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ની ઓપનિંગ જોડી સોફી ડિવાઇન અને કેપ્ટન માંધાનાએ ધમાકેદાર 49 રનની પાર્ટનરશીપ કરી ડિવાઇન 31 રન કરીને આઉટ થઈ. અને ત્યાર પછી RCB ના જીત ની નાયક પૈરી મેદાનપર આવી તેણીએ RCB ની કમાન્ડ સંભાળી. માંધાના અને પૈરીને ફાસ્ટ રન બનાવવામાં તકલીફ થઈ પરંતુ ટાર્ગેટ મોટો ન હોવાને કારણે બન્નેએ મેદાનમાં પૂરો ટાઈમ લઇ સેટ થયા. મંધાના એ 32 રન બનાવીને આઉટ થઈ ત્યારે ટીમનો સ્કોર 82 રન હતો.
ત્યાર પછી પૈરી અને ઋચા ધોષ એ ટીમને જીત સુધી પહોંચાડી. બંને વચ્ચે 31 રનની પાર્ટનરશીપ થઈ. પણ મેચ છેલ્લી ઓવર સુધી ગયો. છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર ઋચા ધોષ એ બાઉન્ડ્રી મારી રોયલ ચેલેન્જ બેંગ્લોર ને પહેલીવાર ચેમ્પિયન બનાવ્યું. ઋચા ધોષ એ 17 રન અને પૈરી એ 35 રન પર નોટ આઉટ રહી ટીમને જીત અપાવી.