
february 2025 bank holiday: જાન્યુઆરી મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ટૂંક સમયમાં ફેબ્રુઆરી 2025 શરૂ થશે. ફેબ્રુઆરીનો મહિનો, ભલે માત્ર 28 દિવસનો હોય, પરંતુ બેંક રજાઓના મામલે આ મહિનો વ્યસ્ત રહેવાનો છે.
જાન્યુઆરી મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ટૂંક સમયમાં ફેબ્રુઆરી 2025 શરૂ થશે. ફેબ્રુઆરીનો મહિનો, ભલે માત્ર 28 દિવસનો હોય, પરંતુ બેંક રજાઓના મામલે આ મહિનો વ્યસ્ત રહેવાનો છે. આ મહિને કુલ 13 દિવસ બેંકો બંધ રહેશે, જેમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય તહેવારોની સાથે આરબીઆઈના નિયમિત શનિવાર અને રવિવારની રજાઓનો સમાવેશ થાય છે. જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ અગત્યનું કામ હોય, તો આ રજાઓ અંગે જાણકારી રાખવી તમારી માટે ઉપયોગી સાબિત થશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દર મહિને બેંક રજાઓની યાદી જાહેર કરે છે, જેમાં રાજ્ય-વિશિષ્ટ તહેવારો, પ્રાદેશિક રજાઓ અને રાષ્ટ્રીય તહેવારોનો સમાવેશ થાય છે. જો કે, આ રજાઓ દરમિયાન ડિજિટલ બેંકિંગ અને એટીએમ સેવાઓ ચાલુ રહેશે, એટલે કે તમે આ સમયમાં ઑનલાઇન ટ્રાન્જેક્શન, પૈસા ટ્રાન્સફર અથવા બિલ પેમેન્ટ કરી શકશો.
આ મહિને બેંકો ખાસ કરીને નીચેના દિવસોમાં બંધ રહેશે:
ફેબ્રુઆરીમાં પણ દરેક મહિનાની જેમ બીજી અને ચોથી શનિવારની સાથે તમામ રવિવારના દિવસોમાં પણ બેંકો બંધ રહેશે.
આ રજાઓ દરમિયાન તમારું કાર્ય પેન્ડિંગ ન રહે તે માટે ઓનલાઈન બેંકિંગની સુવિધાનો ઉપયોગ કરી શકો છો. આ સુવિધાઓ તમે ઘેરબેઠા કોઈ પણ સમયે મેળવી શકશો.
આ રજાઓની યાદી તમારા માટે મહત્વપૂર્ણ છે જો તમે આ મહિનામાં બેંક સંબંધીત કામ કરવા જઇ રહ્યા છો. આવું કરવા થી તમે સમય બચાવી શકશો અને કામ પેન્ડિંગ થવાથી બચી શકશો.