Budget 2024 : નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું, જેમાં તેમણે ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો, નોકરીયાતો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સહિત દરેક વર્ગ માટે મોટી જાહેરાતો કરી. એક મહત્વપૂર્ણ જાહેરાતમાં, સંબંધમાં 'પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના' (PM Surya Ghar Yojana) અંતર્ગત ફ્રી વીજળીના આપવાની ઘોષણા કરી.
1 કરોડ લોકોને થશે ફાયદો
આ યોજના હેઠળ 1 કરોડ લોકોના ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવશે, જેનાથી દર મહિને 300 યુનિટ સુધીની વીજળી મફત પૂરી પાડવામાં આવશે. આથી લોકોને સોલાર પેનલની મદદથી વીજળી પૂરી પાડવામાં આવશે, જેનાથી પ્રદૂષણ ઓછું થશે અને પર્યાવરણને ફાયદો થશે.
શું છે પીએમ સૂર્ય ઘર યોજના? (What is PM Surya Ghar Yojana?)
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના છે, જેનુ લક્ષ્ય લોકોને ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો છે, જેથી વીજળીના પરંપરાગત સ્ત્રોતો પર નિર્ભરતાને ઘટાડી શકાય. આ યોજનાથી પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી (300 units electricity free) મળશે.
સબસિડી અને લાભ
નવી યોજના હેઠળ રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવનારા લોકોને સબસિડી આપવામાં આવશે. 1-કિલોવોટ રૂફટોપ સોલર સિસ્ટમ ઈન્સ્ટોલ કરનાર વ્યક્તિને 30,000 રૂપિયાની સબસિડી મળશે. 2 kWની સિસ્ટમ ઇન્સ્ટોલ કરનારાઓ માટે રૂ. 60,000 સબસિડી અને 3 kW સિસ્ટમ માટે રૂ. 78,000 સબસિડી આપવામાં આવશે.
300 યુનિટ મફત વીજળી કોને મળશે?
આ યોજનાનો લાભ તે પરિવારોને મળશે, જેમની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી છે. જો કોઈ પરિવાર આ વીજળીનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતું નથી, તો તેઓ આ વીજળી સરકારને વેચી શકશે.
યોજના વિશે વધુ માહિતી
નાણામંત્રીની જાહેરાત બાદ પીએમ સૂર્ય ઘર યોજના (PM Surya Ghar Yojana) અચાનક ચર્ચામાં આવી ગઈ છે. લોકો ઇન્ટરનેટ પર આ યોજના અંગે વધુ માહિતી શોધી રહ્યા છે. આ યોજના લોકો માટે મોટા ફાયદા લઈને આવશે અને ગ્રીન એનર્જી તરફ આગળ વધવાની તક આપશે.