અમદાવાદથી મોટા સમાચાર, એક જ દિવસમાં નોંધાયા કોરોનાના 17 નવા કેસ, 2ની હાલત ગંભીર

ahmedabad covid cases today news

Ahmedabad Corona Cases Today: ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનો કહેર, અમદાવાદમાં એક જ દિવસમાં નોંધાયા 17 કેસ, 2ની હાલત ગંભીર.

રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે. તેવામાં અમદાવાદથી લોકોની ચિંતા વધારે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં એક જ દિવસની અંદર કોરોનાના 17 નવા કેસ રજીસ્ટર થયા છે ત્યારે આરોગ્ય તંત્રમાં દોડધામ જેવી સ્થિતિ સર્જાય છે.

અમદાવાદની અંદર છેલ્લા 24 કલાકમાં 17 નવા કોરોનાના કેસ રજીસ્ટર થયા છે. અમદાવાદમાં અત્યારે ટોટલ 76 એક્ટિવ કેસ છે. તેમાંથી બે દર્દીઓની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ સાથે મે મહિનાની અંદર અમદાવાદમાં કુલ 89 કેસ નોંધાયા છે.