બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને જનતા અને સ્થાનિક નેતાઓ દ્વારા ઉઠાવાયેલા વિરોધ વચ્ચે આજે ગાંધીનગર ખાતે મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં બનાસકાંઠાના વિભાજન પર ફરીથી વિચાર કરવા અંગે ચર્ચા થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન પછીના વિવાદો અને આર્થિક, સામાજિક પ્રભાવ અંગે વિશદ સમિક્ષા કરવામાં આવશે. રાજ્ય સરકાર આ મુદ્દે લોકોને શાંતિપૂર્ણ અને યોગ્ય નિવારણ આપવા માટે ફરી વિચાર કરશે.
મંત્રીમંડળની આ બેઠક સવારે 10 વાગે શરૂ થશે, જેમાં સરકારના નીતિ વિશયક મુદ્દાઓ, આગામી બજેટ સત્ર અને વિધાનસભામાં રજૂ થનારા વિધેયકો પર પણ ચર્ચા થવાની સંભાવના છે.
આ સાથે, રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થવાના કારણે આ ચૂંટણી મુદ્દે પણ ચર્ચા થઇ શકે છે. બજેટ સત્ર દરમિયાન કોઈ મોટી નીતિ સંબંધિત જાહેરાતો થવાની શક્યતા ઓછી છે, કારણ કે આ સમયગાળા દરમિયાન રાજ્ય સરકાર નીતિ વિષયક નિર્ણયો લેવામાં વિમુખ રહેશે.
Gandhinagar News Banaskantha Cabinet meeting bjp Banaskantha District Bhupendra Patel cabinet bethak cabinet baithak today