Jioના ગ્રાહકો માટે મોટા સમાચાર: બધા રિચાર્જ પ્લાન થયા મોંઘા, જુઓ સંપૂર્ણ લિસ્ટ - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

Jioના ગ્રાહકો માટે મોટા સમાચાર: બધા રિચાર્જ પ્લાન થયા મોંઘા, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Reliance Jio Tariff Hike: રિલાયન્સ જિયોના યુઝર્સ માટે મોટા સમાચાર છે. બુધવારે કંપનીએ જાહેરાત કરી કે તેમના ટેલિકોમ રિચાર્જ પ્લાન હવે 15% થી 25% મોંઘા થશે.

Author image Aakriti

Reliance Jio Tariff Hike: રિલાયન્સ જિયોના યુઝર્સ માટે મોટા સમાચાર છે. બુધવારે કંપનીએ જાહેરાત કરી કે તેમના ટેલિકોમ રિચાર્જ પ્લાન હવે 15% થી 25% મોંઘા થશે. નવા ટેરિફ પ્લાન 3 જુલાઈ, 2024થી લાગુ થશે. Jioના ભાવ વધારા બાદ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા પણ તેમના રિચાર્જ પ્લાનને મોંઘા કરી શકે છે.

નવા પ્લાનની વિગતો

28 દિવસના પ્લાન

જૂનો પ્લાનનવો પ્લાન
રૂ. 155રૂ. 189
રૂ. 209રૂ. 249
રૂ. 239રૂ. 299
રૂ. 299રૂ. 349
રૂ. 349રૂ. 399
રૂ. 399રૂ. 449

56 દિવસના પ્લાન

જૂનો પ્લાન નવો પ્લાન
રૂ. 479રૂ. 579
રૂ. 533રૂ. 629

84 દિવસના પ્લાન

જૂનો પ્લાનનવો પ્લાન
રૂ. 395રૂ. 479
રૂ. 666રૂ. 799
રૂ. 719રૂ. 859
રૂ. 999રૂ. 1199

વાર્ષિક પ્લાન

દિવસજૂનો પ્લાનનવો પ્લાન
336રૂ. 1559રૂ. 1899
365રૂ. 2999રૂ. 3599

ડેટા એડ-ઓન પ્લાન

ડેટારૂપિયા
1GBરૂ. 19
2GBરૂ. 29
6GBરૂ. 69

પોસ્ટપેડ પ્લાન

જૂનો પ્લાનનવો પ્લાન
રૂ. 299રૂ. 349
રૂ. 399રૂ. 449

અનલિમિટેડ 5G ડેટા માટે નવા નિયમો

જિયોએ હવે તમામ યુઝર્સને અનલિમિટેડ 5G ડેટા આપવાનું બંધ કર્યું છે. આ લાભ ફક્ત 2GB પ્રતિ દિવસ અથવા તેનાથી વધુના પ્લાન લેનારા વપરાશકર્તાઓને જ મળશે.

એટલે કે, 299, 349, 399, 533, 719, 999 અને 2999 રૂપિયાના પ્લાન લેનારા યુઝર્સને જ આ ઓફર મળશે.

નવી સેવાઓ

જિયોએ કૌભાંડો અને છેતરપિંડીથી બચાવવા માટે Jio Safe સેવા શરૂ કરી છે. આ ક્વોન્ટમ સિક્યોર કોમ્યુનિકેશન એપ છે, જેના માટે દર મહિને 199 રૂપિયા ચૂકવવા પડશે.

AI આધારિત Jio Translate સેવા પણ શરૂ કરવામાં આવી છે, જેના માટે દર મહિને 99 રૂપિયા ચૂકવવા પડશે.

કંપની આ બન્ને સેવાઓ એક વર્ષ માટે મફતમાં આપશે.

 સમાચાર સોર્સ: રિલાયન્સ જિયો, બિઝનેસ ટુડે

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News