Big News: TET-TAT ઉમેદવારો માટે મોટા સમાચાર: રાજ્યમાં 24,700 જગ્યાઓ પર થશે શિક્ષકોની ભરતી

Gandhinagar News: રાજ્ય સરકાર આજે 24700 કાયમી શિક્ષકની જગ્યાઓ માટે ભરતી જાહેર કરશે.

Author image Aakriti

Gandhinagar News: રાજ્ય સરકાર આજે 24700 કાયમી શિક્ષકની જગ્યાઓ માટે ભરતી જાહેર કરશે. કેબિનેટ બેઠકમાં આ ભરતીને લીલી ઝંડી મળી છે. લાંબા સમયથી TET-TAT પાસ ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે.

TET-TAT પાસ ઉમેદવારોની આતુરતાનો અંત

રાજ્યમાં લાંબા સમયથી કાયમી શિક્ષકની ભરતી અટકેલી હતી. આને લઈને ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે TAT અને TET ભરતી મુદ્દે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, માધ્યમિક અને હાયર માધ્યમિક 7500 શિક્ષકોની ભરતીની જાહેરાત કરાશે.

ભરતી પ્રક્રિયા

ગુજરાત સરકારની યોજના મુજબ, 12,000 થી 15,000 શિક્ષકોની ભરતી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરાશે. પ્રથમ તબક્કે હાયર સેકન્ડરી ના 7,500 શિક્ષકોની ભરતી થશે અને ત્યારબાદ પ્રાથમિક શિક્ષકની બે કેટેગરીમાં ભરતી થશે.

અન્ય માધ્યમની ભરતી

TAT-TET ઉમેદવારોના વિરોધ બાદ ગુજરાત સરકારે અન્ય માધ્યમની ભરતી કરવાનો પણ નિર્ણય કર્યો છે. 1852 જગ્યાઓ માટે મરાઠી, ઉર્દુ, અને ઉડિયા માધ્યમોની ભરતી થશે.

ભરતીની સંપૂર્ણ માહિતી

શિક્ષણ વિભાગે 1852 જગ્યાઓ પર ભરતી માટે મંજૂરી આપી છે અને ખાલી જગ્યાઓની માહિતી મંગાવી છે.

આ તમામ ભરતી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા આદેશ અપાયો છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર