આજે 22 માર્ચ એટલે કે બિહાર દિવસ છે. સાથે સાથે 22 માર્ચે વર્લ્ડ વોટર ડે પણ ઉજવવામાં આવે છે. 22 માર્ચ એ તારીખ છે કે જ્યારે બિહારનો જન્મ થયો હતો. આજે બિહાર 112 વર્ષનું થયું. આ દિવસે બિહાર રાજ્યમાં પબ્લિક હોલીડે નિમિત્તે રજા હોય છે. બિહારના 112 વર્ષ પૂરા થયા છે ત્યારે અમે તમને બિહાર વિશે કેટલીક એવી વાતો જે તમને નથી ખબર તે જણાવીશું આ માહિતીને જનરલ નોલેજ પણ કહી શકાય. કારણ કે આ બધા પ્રશ્નો વારે ઘડીએ પરીક્ષામાં પુછાતા હોય છે.
બિહાર રાજ્ય ક્યારે બન્યું હતું?
બ્રિટિશ શાસનમાં 22 માર્ચ 1912 ના રોજ બંગાળમાંથી એક અલગ રાજ્ય બિહાર બન્યું હતું. જ્યાં સુધી તે અલગ રાજ્ય નહોતું ત્યાં સુધી તે બંગાળનો ભાગ હતો. આઝાદી પછી 1956 માં પુનર્ગઠન થયું. જેને આપણે આજે બિહાર રાજ્ય તરીકે જોઈ રહ્યા છીએ તે.
બિહારનો સૌથી મોટો જિલ્લો કયો છે?
બિહારનો સૌથી મોટો જિલ્લો પશ્ચિમ ચંપારણ છે જે લગભગ 5228 વર્ગ કિલોમીટર જેટલો છે.
બિહાર રાજ્યનું રાજ્ય ફૂલ કયું છે?
બિહાર રાજ્યનું રાજ્ય ફુલ 'મેરીગોલ્ડ' છે. જેને હિન્દીમાં 'गेंदा' ના નામે ઓળખાય છે.
બિહારનું રાજ્ય પક્ષી કયું છે?
બિહારનું રાજ્ય પક્ષી ચકલી છે જેને ઈંગ્લીશમાં 'સ્પેરો' ના નામથી ઓળખવામાં આવે છે.
બિહારનું નામ બિહાર કેમ પડ્યું?
એક માન્યતા અનુસાર આ ક્ષેત્રમાં બહુ જ સમુદાયના લોકો ની મોટી સંખ્યા રહેતી હોવાના કારણે આ રાજ્યનું નામ બિહાર પડ્યું હતું. પ્રાચીન કાળમાં આ વિસ્તારમાં બુદ્ધિજમનું મહત્વનું કેન્દ્ર હતું.
પ્રખ્યાત બિહાર આંદોલન ક્યારે શરૂ થયું?
બિહાર આંદોલનની શરૂઆત 1974 માં થઈ હતી. આ આંદોલનને જેપી આંદોલન ના નામે ઓળખવામાં આવે છે. આ આંદોલન વિદ્યાર્થીઓએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કર્યું હતું.
બિહારનો સૌથી નાનો જિલ્લો કયો છે?
બિહારનો સૌથી નાનો જિલ્લો 'શિવહર' છે. જેનો અંદાજિત ક્ષેત્રફળ 442.99 વર્ગ કિલોમીટર છે.
બિહાર કેટલા રાજ્યો સાથે તેની સરહદ વહેંચે છે?
બિહાર કોઈ ત્રણ રાજ્ય સાથે સરહદ ધરાવે છે. જેમાં પશ્ચિમ બંગાળ (પૂર્વ બાજુ), ઝારખંડ (દક્ષિણ દિશામાં) અને ઉત્તર પ્રદેશ (પશ્ચિમ દિશામાં) શરદ ધરાવે છે.
બિહાર દિવસ કેમ મનાવવામાં આવે છે? અને પહેલીવાર ક્યારે મનાવવામાં આવ્યો હતો?
પહેલીવાર બિહાર દિવસ 2010માં મનાવવામાં આવ્યો હતો. આ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના શાસનકાળ દરમિયાન ઉજવાયો હતો. 22 માર્ચ એ બંગાળમાંથી બિહાર રાજ્ય અલગ બન્યું હતું તે માટે આ તારીખને બિહારની સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
બિહાર દિવસની ઉજવણી કયા કયા દેશમાં થાય છે?
બિહાર દિવસની ઉજવણી ઓસ્ટ્રેલિયા ના સીડનીમાં, કતાર, દુબઈ, અમેરિકાના કેલિફોર્નિયામાં, કેનેડા, બહેરીન સહિત ઇંગ્લેન્ડ દેશમાં નોન રેસિડેન્ટ બિહારીઓ માટે 22 માર્ચે બિહાર દિવસ ઉજવવામાં આવે છે.
બિહારની વસ્તી કેટલી છે?
2011 ની વસ્તી ગણતરી મુજબ બિહારમાં કુલ 10,40,99,452 લોકો રહે છે. બિહાર રાજ્ય વસ્તીના પ્રમાણમાં ત્રીજા નંબરનું રાજ્ય છે. જેમાં પુરુષોની સંખ્યા 5,42,78,157 અને સ્ત્રીઓની સંખ્યા 4,98,21,295 છે.
બિહારના પહેલા મુખ્યમંત્રી કોણ હતા?
બિહારના પ્રથમ મુખ્યમંત્રી 'કૃષ્ણ સિંહ' હતા.
બિહારમાં કુલ કેટલા જિલ્લાઓ છે? અને કયા કયા?
બિહાર રાજ્યમાં કુલ 38 જિલ્લાઓ છે. આ બધા જિલ્લાઓ 1956 માં બનાવવામાં આવ્યા હતા. જેમાં પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, સીતામઢી, સુપોલ, મધુબની, ગોપાલગંજ, કિશનગંજ, કટીહાર, પુર્ણીયા, ભાગલપુર, જમૂઇ, બાંકા, ગયા, રોહતાસ, નવાદા, ઔરંગાબાદ, કૈમૂર, સીવાન, બક્સર, શિવહર, દરભંગા, સારાણ, મુઝફરપુર, શેખપુરા, મુંગેર, ખગડીયા, સહરસા, લખીસરાઈ, બેગુસરાઈ, મધેપુરા, સમસ્તિપુર, જહાનાબાદ, વૈશાલી, નાલંદા, પટના, અરવલ, ભોજપૂર.
બિહાર રાજ્યના પહેલા રાજ્યપાલ કોણ હતા?
બિહાર રાજ્યના પહેલા રાજ્યપાલ જયરામદાસ દોલતરામ બિહારના પહેલા રાજ્યપાલ હતા.