ભાજપે 49 નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની કરી વરણી, જૂનાગઢ મહાનગરપાલિકાનું લિસ્ટ જાહેર - Gujjutak

ભાજપે 49 નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની કરી વરણી, જૂનાગઢ મહાનગરપાલિકાનું લિસ્ટ જાહેર

ગુજરાતમાં 49 નગરપાલિકાઓ અને જૂનાગઢ મહાનગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પૂર્ણ થઈ. જાણો કોને કયા પદ પર નિમણૂક મળી.

Author image Aakriti

જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકમાંથી BJP 48 બેઠક જીતી, જ્યારે Congress એ 11 અને AAP એ 1 બેઠક મેળવવામાં સફળતા મેળવી.ભાજપે 49 નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરી, જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં BJP દ્વારા દમદાર પ્રદર્શન બાદ 49 નગરપાલિકાઓ અને જૂનાગઢ મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાની માનસા નગરપાલિકાના પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે બાબુજી ઠાકોર ની વરણી થઈ છે.

તેમજ વડનગર નગરપાલિકામાં મીતીકાબેન શાહ ને પ્રમુખ અને જ્યંતિજી ઠાકોર ને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે.

જૂનાગઢ મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં BJP એ હેટ્રિક મારી છે. વિજય બાદ નવા મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત ભાજપ શહેર પ્રમુખ પુનિત શર્મા દ્વારા ગિરનાર કમલમ ખાતે કરવામાં આવી.

પદ નામ
મેયર ધર્મેશ પોશીયા
ડેપ્યુટી મેયર આકાશ કટારા
સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર
શાસક પક્ષના નેતા મનન અભાણી
દંડક કલ્પેશ અજવાણી


જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકમાંથી BJP 48 બેઠક જીતી, જ્યારે Congress એ 11 અને AAP એ 1 બેઠક મેળવવામાં સફળતા મેળવી.

આ વિજયથી BJP ના કાર્યકર્તાઓમાં ઉલ્લાસ છે. પાર્ટીના નેતાઓએ વિકાસના એજન્ડાને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News