
Kisan Samman Nidhi Increased: ચૂંટણીના પરિણામો જાહેર થતા જ રાજસ્થાનની ભાજપ સરકારે રાજ્યના ખેડૂતો માટે મોટી ભેટની જાહેરાત કરી છે.
Kisan Samman Nidhi Increased: ચૂંટણીના પરિણામો જાહેર થતા જ રાજસ્થાનની ભાજપ સરકારે રાજ્યના ખેડૂતો માટે મોટી ભેટની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેરાત કરી હતી કે હવે રાજ્યના ખેડૂતોને કિસાન સન્માન નિધિ 8000 રૂપિયા મળશે.
ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ખેડૂતો માટે આ નવી સવલતની જાહેરાત કરી છે. PM કિસાન સન્માન નિધિ અંતર્ગત હવે રાજ્યના ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 8000 રૂપિયા મળશે.
આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર પહેલેથી જ 6000 રૂપિયા ખેડૂતોને આપી રહી છે. આમાં રાજ્ય સરકાર તરફથી વધારેલા 2000 રૂપિયાના કારણે કુલ રકમ 8000 થશે.
મુખ્યમંત્રી શર્માએ તેમના X પોસ્ટમાં લખ્યું, "ખેડૂતને ટેકો! અમે વાયદા મુજબ રાજ્યના ખેડૂતોને સન્માન નિધિની રકમ 2000 રૂપિયા વધારીને 8000 રૂપિયા કરી છે."
કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ભારતના ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે ચલાવવામાં આવે છે. 2023માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે પોતાના ઢંઢેરામાં આ સહાય વધારવાનું વચન આપ્યું હતું.
આ નવા વધારાથી રાજસ્થાન સરકાર પર દર વર્ષે 12300 કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે. આ વધારેલા 2000 રૂપિયા રાજ્ય સરકાર દર વર્ષે રાજસ્થાનના લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરશે.