Gujarat Election Results Update: ભાજપના પૂનમ માડમ જીતની હેટ્રિક

Gujarat Election Results Update: જામનગર લોકસભા બેઠક પર ભાજપની પૂનમ માડમ એ સતત ત્રીજી વાર જીત મેળવી છે.

Author image Aakriti

Gujarat Election Results Update: જામનગર લોકસભા બેઠક પર ભાજપની પૂનમ માડમ એ સતત ત્રીજી વાર જીત મેળવી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયાને 2,36,990 મતોના મોટા અંતરથી હરાવ્યા. પૂનમ માડમને 6,17,804 મતો મળ્યા, જ્યારે જે.પી. મારવિયાને 3,80,854 મતો મળ્યા.


જિજ્ઞેશ મેવાણીનો પ્રચારમાં આક્રમક વલણ

કૉંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયાના સમર્થન માટે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી જામનગરમાં પ્રચાર કરી રહ્યા હતા. તેમણે ભાજપ અને પૂનમ માડમ પર આક્રમક પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે જે.પી. મારવિયા મોટી લીડથી જીતશે. મેવાણીએ વધુમાં કહ્યું હતું કે, ભાજપના ઉમેદવાર કંપનીના પૈસાથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જનતાના પૈસાથી ચૂંટણી લડી રહ્યા છે.

જામનગર બેઠક પર હાઇ વોલ્ટેજ ચૂંટણી

જામનગર લોકસભા બેઠક પર 7 મીએ ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. આ વખતે 57.67 ટકા મતદાન થયું. કોંગ્રેસે પૂનમ માડમના સામે જે.પી. મારવિયાને ટિકિટ આપી હતી. ઘણા સ્થળોએ ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ થયો અને પૂનમ માડમને પ્રચાર દરમિયાન વિરોધનો સામનો કરવો પડ્યો, જેના કારણે આ બેઠક ઘણી ચર્ચામાં રહી.

જામનગરની લોકસભા બેઠકની વિગતો

જામનગર લોકસભા મતવિસ્તારમાં કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા વિધાનસભા મતવિસ્તારો આવે છે. જામનગરની વસ્તી 25,16,000 છે, જેમાંથી 6,68,000 લોકો શહેરી વિસ્તારોમાં રહે છે. પુરુષોની સંખ્યા 12,97,811 છે અને મહિલાઓની સંખ્યા 12,18,296 છે. હિંદુઓ 83.81%, મુસ્લિમો 14.85% અને જૈનો 21,963 છે.

જામનગર બેઠકના અત્યાર સુધીના પરિણામો

જામનગર બેઠકની પહેલી ચૂંટણી 1962માં થઈ હતી, જેમાં કોંગ્રેસના મનુભાઈ શાહ જીત્યા હતા. 1989થી 1999 સુધી સતત ભાજપે આ બેઠક પર જીત મેળવી. 2004માં કોંગ્રેસના અરજણભાઈ માડમ જીત્યા હતા. 2019માં પૂનમ માડમ 5,91,588 મતો સાથે જીત્યા હતા, જ્યારે કોંગ્રેસના મૂળુભાઈ આહીરને 3,54,784 મતો મળ્યા હતા.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર