બ્રાઝિલમાં ગંભીર વિમાન દુર્ઘટના, 62 લોકોને લઇ જતું પ્લેન ક્રેશ

બ્રાઝિલના સાઓ પાઉલોમાં એક ગંભીર વિમાન દુર્ઘટના સર્જાઈ છે. સાઓ પાઉલો રાજ્યમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે.

Author image Gujjutak

બ્રાઝિલના સાઓ પાઉલોમાં એક ગંભીર વિમાન દુર્ઘટના સર્જાઈ છે. સાઓ પાઉલો રાજ્યમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. હાલ આ ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી. વિમાનમાં કુલ કેટલા લોકો સવાર હતા તેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

આ વિમાન અકસ્માતનો વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં પ્લેનને ઝડપથી નીચે જતાં જોવા મળ્યું છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. સ્થાનિક મીડિયાની રિપોર્ટ્સ મુજબ, બ્રાઝિલની VOEPASS એરલાઇનનું વિમાન 2283-PS-VPB કાસ્કાવેલથી ગ્વારૂલહોસ હવાઈમથક તરફ જતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું. આ વિમાનમાં 58 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર મળી કુલ 62 લોકો સવાર હતા.

આ ઘટના અંગે વધુ માહિતી માટે અપડેટ મળે ત્યારે જ લાવવામાં આવશે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર