BSF Recruitment 2024: બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)માં નોકરીની ઈચ્છા રાખતા યુવાનો માટે એક સુવર્ણ તક આવી છે. BSFએ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI- સ્ટેનોગ્રાફર) અને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રીયલ) માટે મોટી ભરતીની જાહેરાત કરી છે.
ભરતીની વિગતો: BSF આ ભરતીમાં કુલ 1526 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરશે:
- CRPF: 303 જગ્યાઓ
- BSF: 319 જગ્યાઓ
- ITBP: 219 જગ્યાઓ
- CISF: 642 જગ્યાઓ
- SSB: 8 જગ્યાઓ
- Assam Rifles: 35 જગ્યાઓ
પાત્રતા અને શૈક્ષણિક લાયકાત: આ ભરતીમાં ભાગ લેવા માટે, ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10+2 પાસ હોવું જરૂરી છે. સ્ટેનોગ્રાફરની જગ્યાઓ માટે સ્ટેનોગ્રાફી સ્કીલ્સની જરૂરિયાત છે. ઉંમર મર્યાદા 18 થી 25 વર્ષ છે. વધુ વિગતો અને પાત્રતાની માહિતી BSFની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
અરજી કરવાની રીત: ભરતી માટેની અરજી BSFની સત્તાવાર વેબસાઇટ rectt.bsf.gov.in પર ફક્ત ઓનલાઈન જ કરી શકાશે.
- સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- ભરતી સંબંધિત અરજી લિંક પર ક્લિક કરો.
- જરૂરી વિગતો ભરીને Registration કરો.
- ફોર્મ પૂર્ણ કરીને નિયત ફી ભરો અને સબમિટ કરો.
અરજી પ્રક્રિયા: અરજી પ્રક્રિયા ચાલી રહી છે, જેથી ઉમેદવારોએ તાત્કાલિક અરજી કરવી જોઈએ.