
railway 10th pass bharti 2025: ભારતીય રેલવેમાં ITI પાસ ઉમેદવારો માટે બમ્પર ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ ભરતી પૂર્વ મધ્ય રેલવે દ્વારા એપ્રેન્ટીસ ની કુલ 1154 જગ્યાઓ પર ભરતી કરશે.
ભારતીય રેલવેમાં ITI પાસ ઉમેદવારો માટે બમ્પર ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ ભરતી પૂર્વ મધ્ય રેલવે દ્વારા એપ્રેન્ટીસ ની કુલ 1154 જગ્યાઓ પર ભરતી કરશે. અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે લોકો અરજી કરવા ઈચ્છતા હોય તે લોકો 14 ફેબ્રુઆરી 2025 સુધીમાં અરજી કરવાની રહેશે.
પૂર્વ મધ્ય રેલવે એ 2025 માં એપ્રેન્ટીસ ની 1154 જગ્યાઓ ભરવા માટે ભરતી ની જાહેરાત આપી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 25 જાન્યુઆરી 2025 થી શરૂ કરી દેવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી 2025 છે. અરજી કરવા માટે ઉમેદવારે રેલવે વિભાગની સત્તાવાર વેબસાઈટ rrcerc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
વિભાગ | ભારતીય રેલવે | પૂર્વ મધ્ય રેલવે (ECR) |
કુલ જગ્યા | 1154 |
નોકરી નું સ્થળ | દાનાપુર, સમસ્તીપુર, ધનબાદ અને અન્ય |
ભરતી નો પ્રકાર | એપ્રેન્ટીસ |
અરજી કરવાની તારીખ | 25 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 14 ફેબ્રુઆરી 2025 |
ઓફિશિયલ વેબસાઈટ | rrcerc.gov.in |
રેલવે વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે ધોરણ 10 50% ગુણ સાથે પાસ કરેલ હોવું જોઈએ. ITI એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માં ડિગ્રી અથવા પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
અરજી કરતાં ઉમેદવારની 1 જાન્યુઆરી 2025 ની સાપેક્ષે ઉમેદવારની ઉંમર 15 વર્ષથી 24 વર્ષ વચ્ચે હોવી જોઈએ. SC, ST, OBC અને અન્ય અનામત વર્ગના ઉમેદવારો માટે નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે.
રેલવે વિભાગની આ ભરતીમાં અરજી કરતાં ઉમેદવારો એ એપ્લિકેશન ફી ભરવાની હોય છે જેમાં જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે ₹100 ફી ભરવાની રહેશે. જ્યારે SC/ST, મહિલા ઉમેદવારો અને શારીરિક રીતે વિકલાંગ ઉમેદવારો માટે ફી મુક્તિ આપવામાં આવી છે.
જે ઉમેદવારને અરજી ફી ચૂકવવાની છે તે ઉમેદવારો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ થી તેમની ફી ચૂકવી શકે છે.
પૂર્વ મધ્ય રેલવે એપ્રેન્ટીક્સ ભરતી 2025 માં જે ઉમેદવારો એ અરજી કરી છે તેમની નોકરી માટે પસંદગી મેરીટ ના આધારે કરવામાં આવશે. જેમાં મેરીટ ધોરણ 10 અને ITI મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.