Sarkari Naukri 2025 ITBP Recruitment 2025: ઈંડો તિબેટન બોર્ડર પોલીસમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા યુવાનો માટે આ સરસ તક છે. અરજી કરતા પહેલા નીચે આપેલી માહિતી જરૂર વાંચો.
ITBP Recruitment 2025
જો તમે ધોરણ 10 અથવા 12 પાસ હોય અને ઈંડો તિબેટન બોર્ડર પોલીસમાં જોડાવાની ઈચ્છા રાખતા હો, તો આ તમારા માટે મોટા સમાચાર છે. ITBPએ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ (મોટર મિકેનિક) ની જગ્યાઓ માટે ભરતી પ્રોસેસ શરૂ કરી છે. જો તમે આ પદો માટે અરજી કરવા માંગતા હો, તો ITBPની સત્તાવાર વેબસાઇટ itbpolice.nic.in પર જઈને અરજી કરી શકો છો. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે માત્ર 7 દિવસનો સમય બાકી છે.
આ ભરતીમાં કુલ 51 જગ્યાઓ માટે નિમણૂક થશે. જે પણ ઉમેદવાર આ પદો માટે અરજી કરવા માંગે છે, તેઓ 22 જાન્યુઆરી સુધીમાં અથવા તે પહેલા તેમની અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા નીચેની વિગતો ધ્યાનથી વાંચવી મહત્વપૂર્ણ છે.
કુલ જગ્યાઓ
- 51
ITBPમાં કઈ જગ્યાઓ પર થશે ભરતી
- હેડ કોન્સ્ટેબલ (મોટર મિકેનિક) – 7 જગ્યાઓ
- કોન્સ્ટેબલ (મોટર મિકેનિક) – 44 જગ્યાઓ
વય મર્યાદા
આ પદો માટે અરજી કરનાર ઉમેદવારોની વય 18 વર્ષથી 25 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
શૈક્ષણિક લાયકાત
- હેડ કોન્સ્ટેબલ (મોટર મિકેનિક): ધોરણ 12 પાસ હોવું જરૂરી છે. ઉપરાંત, માન્ય વર્કશોપમાં 3 વર્ષનો અનુભવ અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં 3 વર્ષના ડિપ્લોમા સાથે મોટર મિકેનિકનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
- કોન્સ્ટેબલ (મોટર મિકેનિક): ધોરણ 10 પાસ હોવું જરૂરી છે. સાથે જ સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર અથવા માન્ય ફર્મમાં 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
અરજી ફી
- સામાન્ય, ઓબીસી, અને EWS માટે ફી: રૂ. 100
- SC/ST અને ભૂતપૂર્વ સૈનિકો માટે ફીમાંથી છૂટછાટ છે.
પગાર ધોરણ
- હેડ કોન્સ્ટેબલ (મોટર મિકેનિક): પગાર રૂ. 25,500 થી રૂ. 81,100 (7મા CPC મુજબ).
- કોન્સ્ટેબલ (મોટર મિકેનિક): પગાર રૂ. 21,700 થી રૂ. 69,100 (7મા CPC મુજબ).
પસંદગી પ્રક્રિયા
- ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ (PET)
- ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- મેરીટ લિસ્ટ
- ડિટેલ મેડિકલ ટેસ્ટ (DME)
- રિવ્યુ મેડિકલ ટેસ્ટ (RME)
આ જટિલ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પસંદગીની ઘોષણા થશે. જો તમે આ તક માટે લાયકાત ધરાવો છો, તો સમય બગાડ્યા વિના અરજી કરી નાખો.