જર્મનીના ક્રિસમસ માર્કેટમાં કાર ચડાવાની ઘટના: 2ના મોત, 70થી વધુ ઘાયલ - Gujjutak
◉ હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની ચોમાસાની આગાહી - જાણો કેવું રહેશે ચોમાસું ◉ સોમવારથી પંચાયત આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર, રાજકોટ જિલ્લાના તમામ આરોગ્ય કર્મીઓ હડતાલમાં જોડાશે ◉ New vs Old Income Tax Regime: રૂપિયા 1 થી 10 કરોડના પગાર પર કેટલો લાગે છે ટેક્સ? કેટલા રૂપિયા હાથમાં મળશે? જાણો કેલ્ક્યુલેશન ◉ હવે PFના પૈસા PhonePe, Google Pay અને BHIM એપથી ઉપાડી શકશો! જાણો સંપૂર્ણ પ્રક્રિયા ◉ Jio Hotstar Record: મુકેશ અંબાણીના JioHotstarએ બનાવ્યો નવો રેકોર્ડ

જર્મનીના ક્રિસમસ માર્કેટમાં કાર ચડાવાની ઘટના: 2ના મોત, 70થી વધુ ઘાયલ

Germany News: જર્મનીના મેગડેબર્ગ શહેરમાં શુક્રવારે (20 ડિસેમ્બર) એક હ્રદયદ્રાવક ઘટના બની, જ્યાં ક્રિસમસ માર્કેટમાં એક કાર પૂરપાટ ઝડપે ભીડમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, જેમાં એક બાળક પણ સામેલ છે, અને 70 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Author image Aakriti

Germany News: જર્મનીના મેગડેબર્ગ શહેરમાં શુક્રવારે (20 ડિસેમ્બર) એક હ્રદયદ્રાવક ઘટના બની, જ્યાં ક્રિસમસ માર્કેટમાં એક કાર પૂરપાટ ઝડપે ભીડમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, જેમાં એક બાળક પણ સામેલ છે, અને 70 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

સાઉદી અરેબિયન ડોક્ટરની ધરપકડ

આ કારચાલક 50 વર્ષીય સાઉદી અરેબિયન ડોક્ટર હોવાનું માલૂમ પડ્યું છે. પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી અને તેને અટકાયતમાં લીધો. પ્રાથમિક તપાસમાં આ ડોક્ટર છેલ્લા બે દાયકાથી જર્મનીમાં વસવાટ કરી રહ્યો હોવાનુ જાણવા મળ્યું છે.

વિસ્ફોટકની શંકા નકારી કાઢવામાં આવી

આ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી હતી. શરુઆતમાં કારમાં વિસ્ફોટક હોઈ શકે છે તેવી આશંકા થઈ હતી, પરંતુ તપાસમાં કોઈ વિસ્ફોટક ન મળતા રાહત મળી છે.

શહેર હવે સુરક્ષિત

સેક્સની-એન્હાલ્ટ રાજ્યના વડા રેનર હેસેલહોફે જણાવ્યું હતું કે, "આ એકમાત્ર ગુનેગાર છે, અને શહેર માટે હવે કોઈ ખતરો નથી."

સાઉદી અરેબિયાએ નિંદા કરી

સાઉદી અરેબિયાના શાસકોએ આ દુર્ઘટનાને નિંદનીય કરાવ્યું છે અને ઘાયલ લોકો માટે દુઃખ વ્યક્ત કર્યું છે.

જોકે, પોલીસ તપાસ ચાલુ

હાલમાં સ્થાનિક પ્રશાસન અને સુરક્ષા દળો આ ઘટનાની વિસ્તૃત તપાસ કરી રહ્યા છે. ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, અને તેમના આરોગ્યની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

આ ઘટનાએ નાતાલના તહેવારની ખુશીઓમાં બાધા નાખી છે, અને લોકોમાં આઘાત સર્જ્યો છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News