ગુજરાતમાં CBSE Board દ્વારા લેવામાં આવેલી અચાનક તપાસ (Red) દરમ્યાન Dummy Students નો ભાંડો ફૂટ્યો છે. રાજ્ય સરકાર અને DEO કોઈ કાર્યવાહી કરતા નહીં હોય તેવા આરોપ વચ્ચે, અજમેરથી આવેલી ટીમે રાજ્યની શાળાઓમાં તપાસ કરી હતી, જેમાં 14 શાળાઓમાં ગેરરીતિઓ મળી આવતાં માન્યતા રદ્દ કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદની 4 શાળાઓનું CBSE Affiliation રદ કરવામાં આવ્યું છે.
આ શાળાઓની માન્યતા રદ્દ
CBSE દ્વારા ગુજરાતમાં તપાસ કરવામાં આવી ત્યારબાદ અમદાવાદની ચાર સ્કૂલોના એફિલિએશન રદ કરાયા છે. આમાં નીચેની શાળાઓ સામેલ છે:
- New Tulip School, Ahmedabad
- Nirman School, Ahmedabad
- DPS Hirapur
- DLA Academy of Little People School
શાળાઓની માન્યતા રદ્દ કરવાનું મુખ્ય કારણ
આ સ્કૂલોએ ગેરહાજર વિદ્યાર્થીઓની ખોટી નોંધણી કરી હોવાનું જાણવા મળ્યું છે. CBSEના નિયમો અનુસાર, એવા વિદ્યાર્થી કે જેઓ શાળામાં હાજર જ નથી, તેમની નોંધણી કરવી ગેરકાયદેસર છે.
CBSE દ્વારા ડમી વિદ્યાર્થીઓનો ભાંડો ફોડ
CBSE દ્વારા કરવામાં આવેલી આચારસંહિતાની તપાસ બાદ રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે રાજ્ય સરકાર અને DEO પર આળસનો આરોપ મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે, "અમે રાજ્ય સરકારને વારંવાર ડમી સ્કૂલોમાં રેડ કરવા રજુઆત કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. CBSEએ ગુજરાતમાં આવીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો ભાંડો ફોડ્યો છે."
હજુ ઘણી શાળાઓમાં તપાસ કરવાની માગ
રાજ્ય શાળા સંચાલક મંડળે રાજ્ય સરકાર પાસે વધુ શાળાઓમાં રેડ કરવાની માગણી કરી છે. ગુજરાતમાં હજુ પણ કેટલીક શાળાઓ ગેરરીતિઓથી ભરેલી છે, અને જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો વિદ્યાર્થીઓ અને તેમની શૈક્ષણિક માન્યતા માટે મોટું જોખમ ઊભું થઈ શકે છે.
આ મામલે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ શું પગલાં લેશે, તે જોવાનું રહેશે.
gujarat gandhinagar GUJARAT STATE GOVERNMENT DEO CBSE Board raids Gujarat from Ajmer રાજ્ય સરકાર અજમેરથી CBSE બોર્ડની ગુજરાતમાં રેડ ગુજરાતમાં રેડ ગુજરાતની 14 શાળામાં ડમી