મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડૉ. કવિતા જે. દવેની બદલી કરવામાં આવી છે.
ડૉ. કવિતા જે. દવે, જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની ગુજરાત આરોગ્ય સેવાઓના મદદનીશ વર્ગ – ૧માં ફરજ બજાવતા હતા, તેઓની બદલી કરીને તેમને વડોદરામાં એસોસીએટ પ્રોફેસર કોમ્યુનિટી હેલ્થ તરીકે તાત્કાલિક અસરથી નિમણૂક આપવામાં આવી છે.
મોરબીમાં ડૉ. કવિતા જે. દવેની જગ્યાએ હજુ સુધી કોઈ નવા અધિકારી નિમવામાં આવ્યા નથી.