મોરબીમાં સિમેન્ટની 2200 બોરીઓ બિનઉપયોગી બની ગયાની ચોકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે પાંચ અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે અને આ તમામ અધિકારીઓ પાસેથી 15 માર્ચ સુધીમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. જો જવાબ સંતોષકારક નહીં હોય તો આ કર્મચારીઓ વિરુદ્ધ આગળ કડક કાર્યવાહી થશે.
મોરબીમાં પ્રજાના પૈસાનું પાણી નહીં પરંતુ પાણા થઈ ગયા!
મોરબી મ્યુનિસિપલ કમિશનર દ્વારા નિમાયેલ જાંચ સમિતિના રિપોર્ટ અનુસાર મોરબીમાં સોસાયટીઓમાં આરસીસી રોડ પ્રોજેક્ટ માટે મંગાવવામાં આવેલ 400 સિમેન્ટની બેગ લાંબા સમય સુધી વપરાશમાં નહીં આવતા સિમેન્ટ જામી ગયો હતો. તે ઉપરાંત મુખ્યમંત્રી આવાસ યોજના માં પણ 30થી વધુ સિમેન્ટની બોરીઓ બિન ઉપયોગી રહી હતી.
પાંચ અધિકારીઓ પાસેથી જવાબ માગાયા
મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ 14 ફેબ્રુઆરી એ તપાસ માટે સમિતિની રચના કરી હતી. રિપોર્ટમાં જાણવા મળ્યું કે 2020 માં ખરીદવામાં આવેલી 4900 સિમેન્ટની બેગમાંથી માત્ર 2,700 વપરાય, જ્યારે 2200 બેગ જામી ગઈ હતી.
આ પાંચ અધિકારીઓ પાસેથી માંગવામાં આવ્યા છે જવાબ
તત્કાલીન ચીક ઓફિસર કલ્પેશ ભટ્ટ અને જી.આર સરૈયા, મ્યુનિસિપલ એન્જિનિયર જેમાં દર્શન જોશી, પિયુષ દેત્રોજા અને ધીરુભાઈ સુરેલા પાસેથી જવાબ માંગવામાં આવ્યા છે.
આ અધિકારીઓએ 15 માર્ચ સુધીમાં ખુલાસો આપવા સૂચના આપવામાં આવી છે. જો જવાબ સંતોષકારક નહીં હોય તો પ્રોડક પગલા ભરવામાં આવશે!