icc champions trophy 2025 news
આઇસીસીએ 2025માં પાકિસ્તાનમાં યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફીનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો છે. આ ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે. ટૂર્નામેન્ટના હાઇલાઇટ્સમાં 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઇમાં થનારી રોમાંચક મેચ સામેલ છે. ચેમ્પિયન્સ ટ્રોફીની આ આવૃત્તિ હાઇબ્રિડ મોડલ હેઠળ યોજાશે, જેમાં ભારત પોતાની બધી મેચો દુબઇમાં રમશે.
champions trophy 2025 teams
આ ટૂર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લેશે અને 15 મેચ રમાશે. તમામ ટીમોને બે ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે:ગ્રુપ | ટીમો |
---|---|
ગ્રુપ એ | ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ |
ગ્રુપ બી | દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, અફઘાનિસ્તાન |
મુકાબલાઓ માટેના સ્થળો
ટૂર્નામેન્ટની મેચો પાકિસ્તાનના કરાચી, લાહોર, અને રાવલપિંડીમાં રમાશે. ભારત માટે ખાસ દુબઇ સ્થળ રાખવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટની શરૂઆત 19 ફેબ્રુઆરીએ કરાચીમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થશે, જ્યારે ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે દુબઈમાં પોતાની પ્રથમ મેચ રમશે.સેમી ફાઇનલ અને ફાઇનલ માટે ખાસ આયોજન
ફાઇનલનું આયોજન દુબઇ અથવા લાહોરમાં કરવામાં આવશે. જો ભારતીય ટીમ ફાઇનલ માટે ક્વોલિફાય કરશે, તો ફાઇનલ દુબઇમાં રમાશે. ફાઇનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે.champions trophy 2025 schedule
Date | Match | Location |
---|---|---|
19 ફેબ્રુઆરી | પાકિસ્તાન વિ ન્યૂઝીલેન્ડ | કરાચી |
20 ફેબ્રુઆરી | ભારત વિ બાંગ્લાદેશ | દુબઇ |
21 ફેબ્રુઆરી | અફઘાનિસ્તાન વિ દક્ષિણ આફ્રિકા | કરાચી |
22 ફેબ્રુઆરી | ઓસ્ટ્રેલિયા વિ ઇંગ્લેન્ડ | લાહોર |
23 ફેબ્રુઆરી | ભારત વિ પાકિસ્તાન | દુબઇ |
24 ફેબ્રુઆરી | બાંગ્લાદેશ વિ ન્યૂઝીલેન્ડ | રાવલપિંડી |
25 ફેબ્રુઆરી | ઓસ્ટ્રેલિયા વિ દક્ષિણ આફ્રિકા | રાવલપિંડી |
26 ફેબ્રુઆરી | અફઘાનિસ્તાન વિ ઇંગ્લેન્ડ | લાહોર |
27 ફેબ્રુઆરી | પાકિસ્તાન વિ બાંગ્લાદેશ | રાવલપિંડી |
28 ફેબ્રુઆરી | અફઘાનિસ્તાન વિ ઓસ્ટ્રેલિયા | લાહોર |
1 માર્ચ | દક્ષિણ આફ્રિકા વિ ઇંગ્લેન્ડ | કરાચી |
2 માર્ચ | ભારત વિ ન્યૂઝીલેન્ડ | દુબઇ |
4 માર્ચ | સેમિ ફાઇનલ 1 | દુબઇ |
5 માર્ચ | સેમિ ફાઇનલ 2 | લાહોર |
9 માર્ચ | ફાઇનલ (ભારત ક્વોલિફાય થાય તો દુબઈમાં રમાશે) | લાહોર |
10 માર્ચ | રિઝર્વ ડે |
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ટાઇટલ માટે આઠેય ટીમો વચ્ચે રોમાંચક સ્પર્ધા થશે. ખાસ કરીને ભારત-પાકિસ્તાનના મુકાબલા પર તમામની નજર રહેશે.