
ગુજરાતમાં નવો ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. આરોગ્ય વિભાગ ચિંતિત છે અને તાત્કાલિક પગલાં લઈ રહ્યું છે.
કોરોના પછી ગુજરાતમાં એક નવો અને ઘાતક વાયરસ આવ્યો છે, જે બાળકોને જલદી ઝપટમાં લઈ રહ્યો છે. ચાંદીપુરા વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 4 બાળકોના મોત થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને તાત્કાલિક બેઠક બોલાવી છે.
આજે બપોરે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં એક મહત્વની વીડિયો કૉન્ફરન્સ યોજાશે, જેમાં રાજ્યના આરોગ્ય કમિશનર, આરોગ્ય વિભાગના અધિકારીઓ, જિલ્લા આરોગ્ય અધિકારીઓ અને સિવિલ સુપ્રિટેન્ડન્ટ જોડાયા હતા. આ સાથે આ વિડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 31 કેસ નોંધાયા છે, જેમાંથી 19 બાળકોના મોત થયા છે. આ કેસો હવે શહેરોમાં પણ જોવા મળી રહ્યા છે.
ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે વરસાદની સિઝનમાં ફેલાય છે. આ RNA વાયરસ છે, જે માખી અને મચ્છરના કરડવાથી ફેલાય છે. 14 વર્ષ સુધીના બાળકોમાં આ વાયરસ વધુ ફેલાય છે, જેનાથી મોતની સંભાવના વધી જાય છે.
ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓને જોરદાર તાવ, ઉલ્ટી-ઝાડા, બેભાન થવું, માથાનો દુખાવો અને ખેંચ આવે છે. આ વાયરસ મગજ પર સીધો પ્રભાવ કરે છે અને તેનું મૃત્યુદર 75 ટકા છે.
આ આરોગ્ય વિભાગના પગલાં અને દરેકના સહકારથી આ મહામારી સામે લડી શકાશે.