શિક્ષકની બદલી માટે નિયમોમાં ફેરફાર, હવે વિદ્યાર્થીઓની સંખ્યા ધ્યાને નહીં લેવામાં આવે - Gujjutak
◉ Gujarat Staff Nurse Recruitment 2025: Apply Online for Vacancies in Bharuch District Health Society ◉ હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની ચોમાસાની આગાહી - જાણો કેવું રહેશે ચોમાસું ◉ સોમવારથી પંચાયત આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર, રાજકોટ જિલ્લાના તમામ આરોગ્ય કર્મીઓ હડતાલમાં જોડાશે ◉ New vs Old Income Tax Regime: રૂપિયા 1 થી 10 કરોડના પગાર પર કેટલો લાગે છે ટેક્સ? કેટલા રૂપિયા હાથમાં મળશે? જાણો કેલ્ક્યુલેશન ◉ હવે PFના પૈસા PhonePe, Google Pay અને BHIM એપથી ઉપાડી શકશો! જાણો સંપૂર્ણ પ્રક્રિયા

શિક્ષકની બદલી માટે નિયમોમાં ફેરફાર, હવે વિદ્યાર્થીઓની સંખ્યા ધ્યાને નહીં લેવામાં આવે

શિક્ષકની બદલી માટે નિયમોમાં ફેરફાર: સરકારી સ્કૂલોમાં શિક્ષકની બદલી માટે નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો મુજબ, શિક્ષકની બદલી માટે હવે વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને લેવામાં આવશે નહીં.

Author image Aakriti
Morbi Municipal Corporation Recruitment 2025

સરકારી સ્કૂલોમાં શિક્ષકની બદલી માટે નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો મુજબ, શિક્ષકની બદલી માટે હવે વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને લેવામાં આવશે નહીં. આ પહેલા, વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને શિક્ષકની બદલીની પ્રક્રિયા કરવામાં આવતી હતી, પરંતુ આ જોગવાઈને રદ કરવામાં આવી છે.

શિક્ષકની બદલીની પ્રક્રિયા વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે કરવામાં આવતી હતી. પરંતુ હવે આજે આ નિયમ બદલાયો છે. આ ફેરફારને પગલે, શિક્ષકોમાં આનંદની લહેર જોવા મળી છે, કેમ કે વિદ્યાર્થીઓની સંખ્યાને હવે કોઈ પણ બાબતમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આ નિયમોમાં આ બદલાવ શિક્ષકો માટે વધુ સુવિધાજનક બન્યો છે.

કેન્દ્રીય કર્મચારી-બેંક કર્મચારીઓને પણ લાભ

શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ફેરફારો મુજબ, પતિ-પત્ની બંને કેન્દ્રીય કર્મચારી અથવા બેંક કર્મચારી હોય, તો તેમને પણ આ નવા નિયમનો લાભ મળશે. હવે, ધોરણ 10 અને 12 બોર્ડના પરિણામો અને વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે મેરિટની ગણતરી કરવામાં આવશે.

શિક્ષકોની રજૂઆતો અને સુધારો

આ ફેરફાર વિશે શિક્ષકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેને શિક્ષણ વિભાગ દ્વારા માની લઈ આ નિયમને રદ કરી દીધો. જિલ્લા ફેરબદલીમાં પણ ટેકનિકલ ફેરફારો કરવામાં આવ્યા છે, જેથી શિક્ષકોને વધુ અનુકૂળ પરિસ્થિતિ મળી શકે.

આ શિક્ષકની બદલીના નિયમોમાં ફેરફાર ખરેખર શિક્ષકો માટે સકારાત્મક હોવાનો અંદાજ લગાવવામાં આવે છે. તમારા ખ્યાલથી આ ફેરફારો શિક્ષકો માટે કેટલા અસરકારક હશે? તમારા વિચારો નીચે કમેન્ટમાં લખો.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News