
ChatGPTથી નકલી આધાર અને PAN કાર્ડ બનાવવાનો ખુલાસો! AIના દુરુપયોગથી સાઇબર ઠગાઈ અને ઓળખની ચોરીનો ખતરો વધ્યો.
આજના ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ ટેક્નોલોજીના દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આપણે જાણીએ છીએ કે AI ચેટબોટ્સની મદદથી લખાણ તૈયાર કરી શકાય છે, ફોટા બનાવી શકાય છે અને ઇચ્છા મુજબના વીડિયો પણ જનરેટ કરી શકાય છે. પરંતુ હવે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે—AI હવે નકલી ઓળખપત્રો પણ બનાવી શકે છે! હા, AIની મદદથી આધાર કાર્ડ, PAN કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજોની નકલ બનાવવામાં આવી રહી છે. આનાથી શું પરિણામો આવી શકે તે જાણીએ.
ઝડપથી વિકસતી ટેક્નોલોજીએ આપણું જીવન સરળ બનાવ્યું છે, પરંતુ તેનો ખોટો ઉપયોગ પણ વધી રહ્યો છે. AI ટૂલ્સ જેમ કે ChatGPTનો ઉપયોગ સામાન્ય રીતે માહિતી આપવા અને કન્ટેન્ટ બનાવવા માટે થાય છે. જોકે, હવે આ ટૂલ્સનો દુરુપયોગ થઈ રહ્યો છે, ખાસ કરીને સાઇબર ઠગાઈ માટે. ખાસ તો ChatGPTના ઇમેજ જનરેશન ફીચરનો ઉપયોગ નકલી આધાર કાર્ડ અને PAN કાર્ડ બનાવવા માટે થઈ રહ્યો છે. આનાથી લોકો સાથે છેતરપિંડી કરવી સરળ બની ગઈ છે. આ ટૂલ્સ એટલી સચોટ નકલી તસવીરો બનાવે છે કે તેને અસલીમાંથી અલગ પાડવું મુશ્કેલ બની જાય છે.
આવી રીતે AIની મદદથી કોઈપણ વ્યક્તિનું નામ, સરનામું અને ફોટો ઉપયોગ કરીને નકલી ઓળખપત્ર તૈયાર કરી શકાય છે. આવા નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને બેંક ખાતું ખોલવું, લોન માટે અરજી કરવી કે મોબાઇલ સિમ લેવું શક્ય બની જાય છે. એટલે કે, AI ટૂલ્સનો ઉપયોગ કોઈની ઓળખના દુરુપયોગ માટે સરળતાથી થઈ શકે છે.
ChatGPT is generating fake Aadhaar and PAN cards instantly, which is a serious security risk.
— Yaswanth Sai Palaghat (@yaswanthtweet) April 4, 2025
This is why AI should be regulated to a certain extent.@sama @OpenAI pic.twitter.com/4bsKWEkJGr