IPL 2024 ની પ્રથમ મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર પ્રદર્શન કર્યું અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટથી હરાવ્યું. ચેપોક મેદાન પર RCB એ મોટો ટાર્ગેટ આપવા છતાં ચેન્નાઈના પ્રદર્શનને રોકી શકાયું નથી. ચેન્નાઈ 8 બોલ બાકી રહેતા જીતી ગયું. ચેન્નાઈના તમામ ટોપ ઓર્ડર બેટ્સમેનોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ગાયકવાડે આઉટ થતા પહેલા 15 રન બનાવ્યા હતા, જ્યારે રચિન રવિન્દ્રએ માત્ર 15 બોલમાં 37 રન બનાવીને પ્રભાવિત કર્યા હતા. રહાણેએ જોરદાર ઇનિંગ રમી અને 19 બોલમાં 27 રન બનાવ્યા અને ડેરેલ મિશેલે 22 રન ઉમેર્યા. શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર રીતે મેચ સમાપ્ત કરી હતી, જેમાં દુબેએ અણનમ 34 અને જાડેજાએ અણનમ 25 રન બનાવ્યા હતા.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઇનિંગ્સમાં બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન ડુપ્લેસિસે ટીમને મજબૂત શરૂઆત અપાવી અને સ્કોર 4.3 ઓવરમાં 41 રન સુધી પહોંચાડ્યો. કેપ્ટને પોતે 35 રન બનાવ્યા, પરંતુ પછી વિકેટો પડવા લાગી. મુસ્તાફિઝુર રહેમાને એક જ ઓવરમાં ડુપ્લેસીસ અને રજત પાટીદારને આઉટ કર્યા હતા. પાટીદાર એક પણ રન બનાવી શક્યા ન હતા. આગલી ઓવરમાં દીપક ચહરે પહેલા જ બોલ પર ગ્લેન મેક્સવેલને આઉટ કર્યો.
વિરાટ કોહલી અને કેમેરોન ગ્રીન, જેમની પાસેથી ઇનિંગ્સ સંભાળી લેશે તેવીઅપેક્ષા હતી, પરંતુ તે વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યા ન હતા. મુસ્તાફિઝુરે તેને સેટ થવા દીધો ન હતો. લેફ્ટ આર્મ બોલરે પહેલા વિરાટ કોહલીને 12મી ઓવરમાં આઉટ કર્યો અને પછી કેમરૂન ગ્રીનની વિકેટ લીધી. આ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 78 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે યુવા વિકેટકીપર અનુજ રાવતે 25 બોલમાં 48 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેને દિનેશ કાર્તિકનો સાથ મળ્યો, જે 26 બોલમાં 38 રન બનાવીને અણનમ રહ્યો. બંને ખેલાડીઓએ 95 રનની ભાગીદારી કરી, જેના કારણે RCBને કુલ 173 રન સુધી પહોંચી.