Mukhya Mantri Matrushakti Yojana: ગુજરાત સરકારે સગર્ભા અને પ્રસૂતા માતાઓ માટે 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' શરૂ કરી છે. આ યોજના હેઠળ, ગર્ભધારણ કરનાર પ્રથમવારની માતાઓને 1000 દિવસ સુધી રાશન આપવામાં આવશે. આ યોજનાનો હેતુ માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધારો લાવવાનો છે, જેનાથી માતા અને બાળમૃત્યુદર ઘટે.
મહિલા ગર્ભ ધરાવતી તે 270 દિવસ અને બાળકના જન્મ બાદના 730 દિવસ સુધી માતા અને બાળકને પોષણયુક્ત આહાર આપવા સરકારનું આયોજન છે. આ સમયગાળાને 'ફર્સ્ટ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી' કહેવામાં આવે છે, જેમાં માતા અને બાળકનું પોષણ ખૂબ જ મહત્વનું હોય છે.
Mukhya Mantri Matrushakti Yojana: આ યોજનાનો લાભ કેવી રીતે મળશે?
આ યોજનામાં નોંધાયેલા સગર્ભા માતાઓને દર મહિને આંગણવાડી કેન્દ્ર દ્વારા રાશન તરીકે 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ, અને 1 લિટર સીંગતેલ આપવાનું નક્કી કરાયું છે. આ આહાર માતાના પોષણ સ્તરને વધારશે અને ઓછા વજનવાળા બાળકોના જન્મને અટકાવશે.
આ યોજનાથી શું લાભ થશે?
- માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધારો
- ઓછા વજનના બાળકોના જન્મમાં ઘટાડો
- માતા અને બાળમૃત્યુદરમાં ઘટાડો
આ યોજના સાથે આદિજાતિ વિસ્તારોમાં 'પોષણ સુધા યોજના' poshan sudha yojana પણ અમલમાં મૂકવામાં આવી છે, જેના દ્વારા આદિવાસી વિસ્તારોની સગર્ભા મહિલાઓને પણ આવરી લેવામાં આવશે.