પેરિસ ઓલિમ્પિક 2024 માં કુલ 32 રમતોમાં 1000 મેડલ માટે સ્પર્ધા ચાલી રહી છે. 10 હજારથી વધુ એથલિટ્સ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. પેરિસ ઓલિમ્પિક 2024 નો પ્રથમ ગોલ્ડ મેડલ ચીનને મળ્યો છે, જ્યારે કઝાકિસ્તાનને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
પેરિસ ઓલિમ્પિક 2024
ની શરૂઆત 26 જુલાઇએ ઓપનિંગ સેરેમનીથી થઈ છે. 19 દિવસ ચાલનારા આ ખેલ મહાકુંભમાં 32 રમતોમાં 329 મેડલ ઇવેન્ટ્સ રમાશે. તેમાં 157 પુરુષ ઇવેન્ટ્સ, 152 મહિલા ઇવેન્ટ્સ અને 20 મિક્સ્ડ ટીમ ઇવેન્ટ્સ શામેલ છે.
ચીનનો પહેલો ગોલ્ડ
પહેલો મેડલ કઝાકિસ્તાનને મળ્યો છે, જેને 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં જર્મનીને 17-5થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જ્યારે પેરિસ ઓલિમ્પિક 2024નો પહેલો ગોલ્ડ મેડલ ચીનને મળ્યો છે. ચીનની હુઆંગ યુટિંગ અને શેંગ લિહાઓની જોડીએ કોરિયાની જોડી સામે જીત મેળવી. ચીને અત્યાર સુધી 2 ગોલ્ડ મેડલ જીત્યા છે, જેમાં બીજા ગોલ્ડ મેડલ તેણે મહિલા ડાઇવિંગના 3 મીટર સ્પ્રિંગબોર્ડ ઇવેન્ટમાં જીત્યો છે.
આ દેશોએ જીત્યા મેડલ
ચીન અને કઝાકિસ્તાન ઉપરાંત અમેરિકા, કોરીયા અને ગ્રેટ બ્રિટને પણ મેડલ જીત્યા છે. કોરીયાએ 10 મીટર એર રાઇફલના મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે અમેરિકાએ મહિલા ડાઇવિંગના 3 મીટર સ્પ્રિંગબોર્ડ ઇવેન્ટમાં સિલ્વર મેડલ અને બ્રિટને આ જ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
મેડલ ટેલી
પેરિસ ઓલિમ્પિક 2024ની મેડલ ટેલીમાં ચીન 2 ગોલ્ડ સાથે શિખરે છે. ત્યાર બાદ કોરિયા અને અમેરિકા એક સિલ્વર સાથે બીજા સ્થાને છે. જ્યારે ગ્રેટ બ્રિટન અને કઝાકિસ્તાન એક બ્રોન્ઝ સાથે ત્રીજા સ્થાને છે.
દેશ | ગોલ્ડ | સિલ્વર | બ્રોન્ઝ | કુલ |
---|---|---|---|---|
ચીન | 2 | 0 | 0 | 2 |
કોરિયા | 0 | 1 | 0 | 1 |
અમેરિકા | 0 | 1 | 0 | 1 |
ગ્રેટ બ્રિટન | 0 | 0 | 1 | 1 |
કઝાકિસ્તાન | 0 | 0 | 1 | 1 |