ચાલુ ક્લાસમાં જ વર્ગખંડની દીવાલ અચાનક ધરાશાયી, વિદ્યાર્થીઓ નીચે પટકાયા, CCTV વિડીયો સામે આવ્યો - Gujjutak
verified-account--v1 Gold rate today: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે એક અઠવાડિયામાં ₹4000નો વધારો, હવે આ છે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ verified-account--v1 Team Naachની આ બે સુંદર છોકરીઓ પોતાની ધૂન પર આખી દુનિયાને નચાવી રહી છે, જાણો નિકોલ અને સોનલની કહાણી verified-account--v1 નોકરીનું બહાનું આપી બે યુવતીઓનું અપહરણ, એક સાથે ગેંગરેપ, બીજીને કાર નીચે કચડી મારી નાંખી verified-account--v1 સલમાન ખાનની કઈ ફિલ્મ યાદ આવી જ્યારે કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાનના ચીંથરા ઉડાવ્યા? verified-account--v1 લ્યો બોલો! આંટીનો જલવો જુઓ, હાથમાં બંદૂક ને કર્યો એવો ડાન્સ કે વિડિયો થઈ ગયો વાયરલ

ચાલુ ક્લાસમાં જ વર્ગખંડની દીવાલ અચાનક ધરાશાયી, વિદ્યાર્થીઓ નીચે પટકાયા, CCTV વિડીયો સામે આવ્યો

Vadodara school wall collapse: વડોદરાની શાળાની દિવાલ ધરાશાયી, 6 વિદ્યાર્થી ઘાયલ, CCTV વિડીયો સામે આવ્યો

Author image Aakriti

વડોદરાની શ્રી નારાયણ વિદ્યાલયમાં ગઈકાલે એક મોટી દુર્ઘટના બની હતી. શાળાના વર્ગખંડની દીવાલ અચાનક ધરાશાયી થતાં 6 વિદ્યાર્થી નીચે પટકાયા, અને 2 વિદ્યાર્થીઓને ઈજા થઈ. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે, અને આ વિડીયો હાલ જાહેર થયો છે.

ઘટના વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર સ્થિત નારાયણ સ્કૂલની છે. ત્યાંના લોબી તેમજ દીવાલનો ભાગ તૂટી પડતા, વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.


CCTV વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે વિદ્યાર્થીઓ નાસ્તો કરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. શાળા ચાલુ હતી ત્યારે જ દિવાલ ધરાશાયી થઈ હતી, પરંતુ રીસેસ ટાઈમમાં બનવાના કારણે મોટા અકસ્માત ટળ્યો છે.

દુર્ઘટના બાદ, પોલીસ અને ફાયર વિભાગે સ્થળ પર પહોંચી કાટમાળ દૂર કરવાની કામગીરી હાથધરી હતી.

આ ઘટનાએ વાલીઓમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે અને શાળાની સુરક્ષા વિશે સવાલ ઉઠાવ્યા છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News